આદ્યશક્તિની આરાધનાનો પર્વ એવી નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લાઈટ્સ, રંગબેરંગી તોરણ, અલગ-અલગ થીમ સાથે શણગારેલા મંડપોથી શહેરની શેરીઓ અને સોસાયટીઓ જાણે સોળે શણગારે સજી ઊઠી છે. પાર્ટી પ્લોટ, ક્લબમાં થતા ગરબાના કમર્શિયલ ઇંવેન્ટોને પણ ટક્કર મારે તેવા આયોજન આ વર્ષે સોસાયટીઓમાં જોવા મળી રહ્યા છે. ખેલૈયાઆના પગ અને શ્રદ્ધાળુઓના મન અત્યારથી જ થનગનાટ કરવા લાગ્યા છે.
દર વર્ષે જેમ નવરાત્રિ માટે તૈયારીઓ શરૂ થઈ જાય છે તેમ આ વર્ષે પણ ખાસ કરીને યુવતીઓમાં ટેટુનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. નવરાત્રિમાં અલગ દેખાવા અને આકર્ષણનું કેન્દ્ર બનવા માટે યુવતીઓ શરીર પર વિવિધ ડિઝાઇનના રંગબેરંગી ટેટુ ચિતરાવે છે.
આ વખતે માત્ર સ્ટાઇલિશ ડિઝાઇન નહીં પરંતુ સોશિયલ મેસેજ ધરાવતા ટેટુ પણ ખૂબ લોકપ્રિય બની રહ્યા છે. આ નવરાત્રિ ખેલૈયા, ટેરિફ, અમદાવાદ પ્લેન ક્રેશ, ઓપરેશન સિંદુર, ગ્લોબલ વોર્મિંગ અને ફ્યુચર ઓફ AI જેવી વિવિધ થીમ પરના ટેટુ બનાવવાની ખાસ માંગ છે. યુવતીઓ અનોખી થીમ અને ડિઝાઇન પસંદ કરીને પોતાને અલગ લુક આપવાનો પ્રયાસ કરે છે.ટેટુ કલાકારો જણાવે છે કે રંગબેરંગી ટેટુનું ટ્રેન્ડ સતત વધી રહ્યું છે. નાનકડા ટેટુથી લઈને મોટા સાઇઝના આર્ટવર્ક સુધી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ટેટુની કિંમત તેની ડિઝાઇન, સાઇઝ અને રંગોના ઉપયોગ પ્રમાણે નક્કી થાય છે. બજારમાં ટેટુ 100 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીના ભાવમાં ઉપલબ્ધ છે.
નવરાત્રિ નજીક આવતા ટેટુ માટેની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે ટેટુ કલાકારો માટે પણ આ સીઝન ખાસ બની જાય છે. અનોખી ડિઝાઇન અને રંગીન થીમના ટેટુ ખેલૈયાઓની શોભા વધારીને નવરાત્રિની રોનકને વધુ ઉજ્જવળ બનાવશે.
આ નવરાત્રિમાં યુવતીઓમાં ખાસ કરીને ટેટુ બનાવવાનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સોશિયલ મેસેજ ધરાવતા ટેટુ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનવાના છે.
રંગબેરંગી ટેટુનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. શરીર પર અલગ-અલગ ડિઝાઇન અને થિમ આધારિત ટેટુ ચિતરાવવા યુવતીઓ ઉત્સાહિત છે. આ નવરાત્રિ પર ખેલૈયા, ટેરિફ, અમદાવાદ પ્લેન ક્રેશ, ઓપરેશન સિંદુર, ગ્લોબલ વોર્મિંગ અને ફ્યુચર ઓફ AI જેવી વિવિધ થીમ પર ટેટુ જોવા મળશે.
યુવતીઓમાં ટેટુ માત્ર શોખ પૂરતું નહીં પરંતુ પોતાની સ્ટાઇલ અને નવરાત્રિમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની ઈચ્છા માટેનું પ્રતિક બની ગયું છે. અનોખી ડિઝાઇન અને રંગબેરંગી રંગોથી બનેલા આ ટેટુ નવરાત્રિની રોનકને વધુ ચમકાવશે.
ટેટુની કિંમત પણ તેના ડિઝાઇન અને સાઇઝ અનુસાર નક્કી થાય છે. સામાન્ય રીતે ટેટુ 100 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીમાં બનાવી શકો છે. આ વર્ષે નવરાત્રિમાં ટેટુની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ટેટુ કલાકારો માટે પણ ખાસ સીઝન બની ગઈ છે.