ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક અજાણ્યા શખ્સે ત્રણ જેટલા પોલીસ જવાનો પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા તમામ પોલીસ જવાનોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ જવાનો પર જીવલેણ હુમલો
જ્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરંતુ હુમલો કરનાર શખ્સ પોલીસને ચકમો આપી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ હુમલાખોર કોણ છે અને તેણે હુમલો શા માટે કર્યો, તે બાબતે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.
પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી
પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને ફરિયાદ નોંધાવી છે અને તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. વધુમાં, ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયાં છે અને ઘાયલ જવાન હાલત વિશે માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ક્યાં કારણોસર હુમલો કર્યો?
હુમલાના સાચા કારણો અને આરોપીની ઓળખ અંગે હાલ તપાસ ચાલુ છે, અને પોલીસ દ્વારા તપાસ પછી સમગ્ર હકીકત બહાર આવવાની શક્યતા છે.