થપ્પડકાંડ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ જામીન મંજૂર કર્યા છે. ત્યારે AAP નેતા મનોજ સોરઠીયાએ કહ્યું કે, ''સત્યનો વિજય થયો છે. અઢી મહિનાથી જેલવાસ ભોગવી રહેલા આદિવાસી સમાજના લોક નાયક ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટ દ્વારા જામીન મળ્યા છે. ચાર્જશીટ અને આજની દલીલોથી સ્પષ્ટ થયું કે ચૈતર વસાવાને ખોટા આરોપોમાં જેલમાં મોકલ્યા હતાં''.
''ચૈતર વસાવા ફરીથી પરિવર્તનની લડાઈ શરૂ કરશે''
તેમણે કહ્યું કે, ''ઘટનાસ્થળ પર હાજર અધિકારીઓના બયાન અને FIRમાં જમીન આસમાનનું અંતર છે. ઘટના સ્થળ પર મોજુદ અધિકારીઓએ માન્યું કે, ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કોઈ પણ પ્રકારની ગાળાગાળી કરવામાં આવી નથી. આદિવાસી સમાજ, આદિવાસી વિસ્તાર અને ગુજરાતના લોકોની લડાઈ લડનાર ચૈતર વસાવા જેલની બહાર આવશે. ધારાસભ્ય ચૈતર વસાવા ફરીથી પરિવર્તનની લડાઈ શરૂ કરશે અને આમ આદમી પાર્ટી ઘરઘર સુધી જઈને ભાજપની તાનાશાહી વિરુદ્ધ લડત લડશે
''વિધાનસભા મત વિસ્તારમાં ન જવાની શરતે જામીન મળ્યા છે''
તેમણે કહ્યું કે, ''કોર્ટે ચૈતર વસાવાને જામીન આપ્યા છે. શરત રાખવામાં આવી છે કે, તે પોતાની વિધાનસભામાં એક વર્ષ માટે નહીં જઈ શકે. આમ તો એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારોના મતદારોથી અલગ રાખવું તે સંવિધાનિક અધિકારોનું ઉલ્લંઘન છે, તેમ છતાં આમ આદમી પાર્ટી તેમજ ચૈતર વસાવા પાસે જે પણ લિંગલ રેગેડિઝ છે તેનો ઉપયોગ કરીશું, આ જે કન્ડિશન રાખવામાં આવી છે, તેમાંથી પણ હલ મળશે તે પણ આશા છે. અંતે આદિવાસી સમાજ, વિસ્તાર તેમજ ગુજરાતના લોકોની લડાઈ લડનાર ચૈતર વસાવા બહાર આવી રહ્યાં છે''