Navratri 2025 : ગુજરાતની ઓળખ સમાન ઉત્સવ એટલે કે, નવરાત્રિનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે તે પ્રકારની જાહેરાત કરી છે. સાથો સાથ તેમણે કહ્યું છે કે, 'કોઈ પણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ગીતો વગાડશે તો ચલાવી લેવામાં આવશે નહીં'.
''ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે...''
મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ''મા અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી, મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી રમી શકશે''. વધુમાં કહ્યું કે, ''આ ગુજરાતની ધરતી પર, માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે''
''વેપારીઓ માટે નવરાત્રિ જ દિવાળી બની જાય...''
તેમણે કહ્યું કે, ''સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં, જિલ્લાઓમાં રાત-દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની-મોટી વસ્તુઓ બનાવતા હોય છે કે આ પછી ખાણી-પીણીના સ્ટોલ ચલાવતા હોય છે. આ હજારો-લાખો પરિવારો માટે નવરાત્રિ જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે પણ ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે''.