બેમિસાલ બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણીને લઈને જિલ્લાના રાજકીય તેમજ સહકારી વર્તુળોમાં ભારે ચર્યા જાગી છે. આજે 22મી સપ્ટેમ્બરે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. જો કે, ભાજપે અત્યાર સુધીમાં વિધિવત રીતે મેડેન્ટ જાહેર કર્યું નથી, તેમ છતાં ભાજપના 2થી વધુ ફોર્મ ભરાઈ ગયા છે. આજે ઉમેદવારીપત્રો રજૂ કરવાનો છેલ્લો દિવસ હોઈ આજે સમગ્ર હકીકત સામે આવી જશે કે, ચૂંટણીમાં
દૂધધારાવાળી થશે કે, પછી બિન હરીફ થશે
બિનહીરફ થશે કે ચૂંટણી થશે અને કેટલી બેઠકો પર ચુંટણી થશે. તેના પર સૌની નજર મંડાઈ છે. ત્યારે જિલ્લાના પીઢ નેતા તેમજ પૂર્વ સાંસદ પરબત પટેલ પણ આજે થરાદ બેઠક પરથી ફોર્મ રજૂ કરવાના છે. તેમણે કહ્યું પણ છે કે, થરાદ તાલુકાના ગામોમાં શંકર ચૌધરીની સાથે પરબતભાઈ પટેલની સતત હાજરી તે થરાદ સીટ બિનહરીફ થવાના સંકેત પણ છે. શંકર ચૌધરી ફરી એકવાર બનાસ ડેરીની ધૂરા સંભાળી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ પણ છે.
પરબત પટેલ બિનહરીફ ડિરેક્ટર બંને તે માટે બેઠક
તો બીજી તરફ ડીરેક્ટર પદ માટે હોડમાં રહેલા ઉમેદવારો હવે ફોર્મ રજૂ કરશે કે પછી મેન્ડેટ મુજબ જ ફોર્મ રજૂ કરશે. તેના પર આધાર રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે થરાદ ખાતે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલના સમર્થનમાં બનાસ ડેરીમાં સંચાલક મંડળમાં ડીરેક્ટર પદ માટે પશુપાલકોની બેઠક યોજાઈ હતી. જેમાં પશુપાલકોએ પરબત પટેલ બિનહરીફ ડિરેક્ટર બંને તે માટે તમામ પોતોનો મત પણ વ્યક્ત કર્યો હતો.