ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા તો અવાર નવાર વિવિધ મામલામાં ચર્ચાનો વિષય બને છે. પરંતુ હવે તેમના પુત્ર પણ ચર્ચામાં આવ્યા છે. તેમના પુત્ર રિવોલ્વર જેવા હથિયાર સાથે ગરબામાં દેખાતાં વિવાદ વકર્યો છે, સિન સપાટા મારતો તેમનો પુત્ર ગરબામાં રિવોલ્વર લઈને એન્ટ્રી લઈ રહ્યો હોવાની તેવી રિલ્સ વાયરલ થઈ છે.
પદ્મિનીબા વાળાના પુત્રની 'હથિયાર' સાથે એન્ટ્રી?
'છાવા' ફિલ્મના એક ડાયલોગ સાથેની પદ્મિનીબા વાળાના પુત્રની એક રિલ્સ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહી છે. જેઓ કમર પટ્ટે બાંધેલી રિવોલ્વર જેવું હથિયાર લટકાવીને એન્ટ્રી મારતો જોવા મળી રહ્યો છે, જોકે આ હથિયાર અસલી છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બન્યો છે?
અટલ સરોવરના અર્વાચીન ગરબાનો વીડિયો હોવાનું અનુમાન
પાપ્ત વિગતો મુજબ આ વાયરલ વીડિયો અટલ સરોવર ખાતે યોજાયેલા અર્વાચીન ગરબાનો હોવાનો અનુમાન છે. જ્યાં પદ્મિનીબા વાળા તેમના પુત્ર સાથે હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં રાસ-ગરબાની રમઝટ પણ ચાલી રહી હતી. જો કે, આમ ખુલ્લેઆમ હથિયારને લઈ જાહેરમાં ફરવું કેટલું યોગ્ય અને જેનો શું મેસેજ આપવાનો જે પણ એક સવાલ છે?