logo-img
Ahmedabad Affordable Housing Scheme 2025 Ews Pmjy Application Date

અમદાવાદમાં માત્ર 3.30 લાખમાં મળશે 1BHK ફ્લેટ : ડ્રોથી થશે પ્રધાનમંત્રી આવાસની ફાળવણી, કયા-કયા વિસ્તારમાં મળશે મકાન? જાણો સંપૂર્ણ વિગતો

અમદાવાદમાં માત્ર 3.30 લાખમાં મળશે 1BHK ફ્લેટ
Published by: Offbeat Team
| Last Updated: Sep 23, 2025, 07:00 AM IST

અમદાવાદમાં 3.30 લાખમાં ખરીદો 1 BHK ફ્લેટ

પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1577 મકાન ડ્રોથી અપાશે

કઈ છે મકાન માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?

અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં મળશે મકાન?

જાણો મકાનની સાઈઝ-સુવિધા સહિતની વિગતો

PMJY Aawas Yojana: રેકેટગતિએ આગળ વધી રહેલાં ગુજરાતમાં અમદાવાદ શહેર હાલ આર્થિક પાટનગર તરીકે ઉભરી આવ્યું છે. અહીં રહેવું અને પોતાનું ઘર વસાવવું એ સૌ કોઈનું સપનું હોય છે. જોકે, સામાન્ય માણસની પહોંચથી આ સપનું દિનપ્રતિદિન ખુબ દૂર જઈ રહ્યું છે. અમદાવાદ જેવા શહેરમાં પોતાનું ઘર ખરીદવાનું દરેકનું સપનું હોય છે. પરંતુ હાલ જે પ્રકારે મોંઘવારીએ માજા મુકી છે અને જે પ્રકારે મકાનોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે અહીં ઘર ખરીદવું એ માત્ર સપના સમાન બની ગયું છે. એવામાં અમદાવાદમાં સાવ સસ્તામાં ઘર ખરીદવા માંગતા લોકો માટે એક ખુશખબર આવી છે. જો તમે પણ અમદાવાદમાં નજીવી કિંમતમાં પોતાનું ઘર ખરીદવા માંગતા હોવ તો આ માહિતી તમારા માટે ઉપયોગી બની શકે છે.

સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે છે. અમદાવાદના નિકોલ, નરોડા, થલતેજ, મકરબા, અસલાલી, સાયન્સ સીટી તેમજ ગોતા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા મકાનોમાંથી બંધ રહેલા 1577 જેટલા 1 BHKના ફ્લેટને વેચવાનો નિર્ણય કર્યો છે. આર્થિક રીતે નબળા લોકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ફ્લેટોને મેઇન્ટેનન્સ સાથે રૂ. 3.30 લાખમાં આપવામાં આવશે. EWS આવાસ યોજનાના મકાનો મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર પુરાવા સાથે 3 નવેમ્બર 2025 સુધી અરજી કરવાની રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત 1577 બંધ રહેલા મકાનોનું પુનઃવિતરણ કરવામાં આવી રહ્યું છે. આ મકાનો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર 2025 રાખવામાં આવી છે. આવક મર્યાદા, પેમેન્ટ પદ્ધતિ, સુવિધાઓ અને અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.

ક્યાં-ક્યાં વિસ્તારોમાં છે મકાન?

આ મકાનો અમદાવાદના નીચેના વિસ્તારોમાં આવેલ છે:

નિકોલ

નરોડા

થલતેજ

મકરબા

અસલાલી

સાયન્સ સીટી

ગોતા

કિંમત અને પેમેન્ટ પદ્ધતિ-

મકાન કિંમત: ₹3,00,000

મેન્ટેનન્સ ડિપોઝિટ અને અન્ય ચાર્જિસ: ₹30,000

કુલ ખર્ચ: ₹3.30 લાખ

કેવી રીતે કરવાનું રહેશે પેમેન્ટ?

અરજી કરતી વખતે ₹7,500 ડિપોઝિટ ભરવો ફરજિયાત

ડ્રોમાં પસંદગી થયા બાદ 20% રકમ (ડિપોઝિટ બાદની) 3 મહિનામાં ભરવી

બાકીના 80% રકમના 10 હપ્તા – 1 વર્ષની અંદર ભરવા પડશે

છેલ્લા હપ્તા સાથે મેઈન્ટેનન્સ ડિપોઝિટ અને અન્ય ચાર્જિસ ચૂકવવા પડશે

મકાનના માપદંડ અને સુવિધાઓ:

કાર્પેટ એરિયા: 28 ચોરસ મીટર

બિલ્ટઅપ એરિયા: 33 થી 35 ચોરસ મીટર

રૂમ રૂપરેખા:

1 બેડરૂમ

ડ્રોઈંગ રૂમ

રસોડું

કોમન બાથરૂમ/ટોયલેટ

બાલ્કની

લિફ્ટની સુવિધા ઉપલબ્ધ

કોણ અરજી કરી શકે?

અરજદારનું કુલ પરિવારિક વાર્ષિક આવક ₹3 લાખથી વધુ ન હોવી જોઈએ

અરજદાર અથવા તેમના પરિવારના સભ્યના નામે ક્યાંય પાકું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ

અરજદારે અગાઉ PMAYના નીચેના કોઈપણ ઘટક હેઠળ મકાન મેળવેલું ન હોવું જોઈએ:

AHP (અફોર્ડેબલ હાઉસિંગ)

BLC (બેનેફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન)

CLSS (ક્રેડિટ લિન્ક સબસિડી)

ISSR (ઈન સીટુ સ્લમ રીહેબિલિટેશન)

કેવી રીતે અરજી કરવી?

મુલાકાત લો:

https://ahmedabadcity.gov.in/

જાઓ: EWS Phase-4/5/6/7/11 Application Form વિભાગમાં

ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

₹7,500 ડિપોઝિટ ઓનલાઈન જમા કરો

છેલ્લી તારીખ યાદ રાખો!

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:

3 નવેમ્બર 2025

શા માટે છે આ તક ખાસ?

માત્ર ₹3.30 લાખમાં અમદાવાદ શહેરમાં પક્કું ઘર

સરકારની સહાયથી ઘર મેળવવાની ઓછી આવક ધરાવતા માટે ઉત્તમ તક

ડાયરેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવણી

મહત્તમ પારદર્શિતા માટે કમ્પ્યુટરાઈઝ ડ્રોથી મકાન ફાળવાશે

ઉલ્લેખનીય છેકે, વર્ષ 2018 બાદ તબક્કા વાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવા માટેનાં ફોર્મ બહાર પાડ્યાં હતાં અને ત્યારે જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ફોર્મ બહાર પડતાંની સાથે જ લોકોએ યોજનાનાં મકાનો મેળવવા માટે ફોર્મ ભર્યાં હતાં, જેમાં કોમ્પ્યુટરરાઈઝ ડ્રો થયો હતો અને 11600થી વધુ લોકોને મકાનો ફાળવવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જોકે કેટલાક મકાનોમાં ડ્રો થયા બાદ પૈસા ભર્યા ન હતા અને તેના કારણે થઈને મકાનો બંધ રહેતા હતા આવા મકાનો બંધ રહેતા હોવાથી તેનો લોકો ઉપયોગ કરી શકે તેના માટે ફરીથી ડ્રો કરીને ફાળવણી કરવા માટેનો નિર્ણય કરાયો હતો અને હવે ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now