logo-img
Amit Shah Holds Meeting With Officials In Gandhinagar

ગાંધીનગરમાં અમિત શાહે અધિકારીઓના લીધા 'ક્લાસ'! : પાણી, ગટરના મુદ્દાઓ પર કરી ચર્ચા, ઝડપથી કામ પૂર્ણ કરવાની આપી સૂચના

ગાંધીનગરમાં અમિત શાહે અધિકારીઓના લીધા 'ક્લાસ'!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 23, 2025, 10:23 AM IST

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જેઓ આજે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સાથો સાથ અધિકારીઓ સાથે બેઠક પણ યોજવાના છે. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં ખાસ કરીને ગાંધીનગર લોકસભા વિસ્તારના પાણી અને ગટરના પ્રશ્નો, તેમજ AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા નાખવામાં આવેલી નવી ટ્રંક લાઇનને લઈને ચર્ચા કરવામાં આવી.

ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

ગાંધીનગર અને અમદાવાદના કલેક્ટરો, બન્ને શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અહીં વિવિધ વિકાસકામોની હાલની સ્થિતિ, નાગરિકોને મળતી હાલની સેવાઓ અને ભવિષ્યમાં કરવાની આવશ્યક કામગીરી અંગે વિગતે ચર્ચા કરવામાં આવી.

વિકાસકામો ઝડપથી પૂર્ણ કરવાની સૂચના

બેઠકમાં ખાસ ધ્યાન પાણીની યોગ્ય સપ્લાય, ગટરના ઓવરફ્લો, ટ્રંક લાઇનના કામમાં આવતા વિલંબ અને તેની અસર જેવી સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે, વિકાસકામો ઝડપથી પૂર્ણ કરવાના હેતુથી કાર્યપદ્ધતિમાં પારદર્શિતા અને ગતિ લાવવી જરૂરી છે. આ બેઠકના માધ્યમથી નિષ્ણાત અધિકારીઓને સ્થળ પરથી કામગીરીની સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી લોકો સુધી સીધી અસરકારક સેવા પહોંચાડી શકાય.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now