અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે લૂંટ વિથ મર્ડરનો એક ગંભીર કિસ્સો બનાવ્યો હતો. જે કેસમાં પોલીસને મોટી સફળતા હાથે લાગી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાયકો કિલર વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમારની ધરપકડ કરી છે.
માનસિક બીમાર હોવાની વિગતો
આ સાયકો કિલરે ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં ક્રૂરતા પૂર્વક હત્યા કરી લૂંટ ચલાવી હતી. આ શકમંદ પહેલા પણ બે હત્યાના કેસમાં આરોપી હોવાની વિગતો છે, પરંતુ પુરાવાના અભાવે તેને નિર્દોષોને જાહેર કરવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ આ શકમંદના લગ્ન નહીં થવાને કારણે તે માનસિક બીમાર થઈ ગયો છે.
પ્રેમી પંખીડાઓને લેતો હતો જીવ
અત્રે જણાવીએ કે, આરોપી વિપુલ પરમાર પહેલાથી જ આરોપી છે, જામીન મુક્ત થયેલો છે. જે કેનાલની આજુબાજુ ઉભા રહેતા પ્રેમી પંખીડાઓ પાસે લૂંટ ચલાવતો અને ત્યારબાદ મોતને ઘાટ ઉતારતો હતો. આરોપી વિપુલને લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થતા ન હતા. જેના કારણે તે પ્રેમી પંખીડાઓને મારતો હતો. જે માનસિક રીતે બીમાર થઈ ગયો હોવાનું પણ ખુલ્યું છે. જે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં જેલમાં જઈ આવ્યો છે.
જાણો સમગ્ર કેસ
અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરના રાત્રે એક યુવક પર છરીથી હુમલો કરી લૂટ સાથે હત્યા કરવામાં આવી હતી. એક યુગલ, યુવક-યુવતી મોડીરાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થ ડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. ત્યાં એક અજાણ્યો શખ્સ લૂંટના ઇરાદે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખ્સે છરીથી વૈભવ મનવાણી નામના યુવક પર હુમલા કરતા તેનું મોત થયું હતુ અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી.