ગર્લફ્રેન્ડને લઈને અડધી રાત્રે અડાલજ નજીકની કેનાલ પર બર્થ ડે મનાવવા ગયેલાં મોડેલ યુવકના હત્યારો પોલીસના સકંજામાં આવી ગયો છે. હાઈપ્રોફાઈલ કેસ હોવાને કારણે મોડેલ યુવકના સાયકો કિલર વિપુલ પરમારને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બનાવના ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતી એક યુવતી તેના સરદારનગરમાં રહેતા મિત્ર વૈભવ મનવાણી સાથે જન્મદિવસની ઉજવણી કરવા ગઈ હતી. તે દરમ્યાન લૂંટ અને હુમલાનો બનાવ બન્યો હતો. આ કપલ પહેલાં સિંધુ ભવન રોડ પર બર્થ ડે મનાવવા ગયું હતું. ત્યાં બીજા મિત્રોને કારમાંથી ઉતારીને કપલ તપોવન સર્કલ નજીકની કેનાલ પરની અવાવરું જગ્યાએ કારમાં બેઠું હતું. બર્થ ડે બોય કારમાં કઢંગી હાલતમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે અંગતપળો માણી રહ્યો હતો ત્યારે લૂંટના ઈરાદે અજાણ્યા શખ્સે તેના પર હુમલો કરીને તેની હત્યા નીપજાવી હતી.
છરીથી હુમલો કરી હત્યા કરી
અડાલજ નજીકની કેનાલ પર ગર્લફ્રેન્ડ સાથે બર્થ ડે મનાવતા મોડલ યુવકનો સાયકો કિલર હત્યારો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ પરમારની ધરપકડ કરી છે. ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. પોલીસે બનાવ સ્થળ આસપાસના સીસીટીવી તપાસતા એક શખ્સ બાઇક લઈને કેનાલના સર્વિસ રોડ પર જતો જોવા મળ્યો છે. અમુક સમય બાદ એ જ શખ્સ ફરી પરત ફરતો જોવા મળ્યો હતો. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ઉક્ત મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપનાર આરોપીઓની નામાવલી શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી. જેમાં ભૂતકાળમાં લુંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપનાર એક આરોપી પેરોલ ઉપર છૂટીને બહાર આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જેના આધારે અલગ-અલગ ટીમો બનાવીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો.
કઢંગી હાલતમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે અંગત પળો માણી રહ્યો હતો
અમદાવાદના સરદારનગર વિસ્તારનો મોડેલ યુવક ગર્લફ્રેન્ડને લઈને અડધી રાત્રે અડાલજ નજીકની કેનાલ પર બર્થ ડે મનાવવા ગયો હતો. જ્યાં તે કઢંગી હાલતમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે અંગત પળો માણી રહ્યો હતો ત્યારે લૂંટના ઈરાદે અજાણ્યા શખ્સે તેના પર હુમલો કરીને તેની હત્યા નીપજાવી હતી. આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ હત્યા કેસના આરોપીને દબોચી લીધો છે. હાઈપ્રોફાઈલ કેસ હોવાને કારણે મોડેલ યુવકના સાયકો કિલર વિપુલ પરમારને પોલીસે બનાવના ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પહેલાં આ કપલ શહેરના સિંધુભવન રોડ પર ગયું હતું. જ્યાં બીજા મિત્રોને ઉતારીને બાદમાં તેઓ અંગતપળો માણવા તપોવન સર્કલ નજીક અવાવરું કેનાલ પર કારમાં બેઠાં હતાં.
શખ્સ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો
ઉલ્લેખનીય છેકે, એક યુવક-યુવતી મોડીરાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થ ડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. ત્યાં એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.