ગુજરાત સરકારે વધુ નવા 17 તાલુકા બનાવવા નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે ઈડર તાલુકાના જાદર ગામને તાલુકાનો દરજ્જો ન આપતાં સ્થાનિકો ભાજપના ધારાસભ્ય રમણ વોરાના ઘરે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. લોકોનો રોષ જોઈ રમણ વોરા ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી પડ્યાં હતાં.
70 આગેવાનોનું ભાજપમાંથી રાજીનામું
ઘણાં સમયથી સ્થાનિકોએ જાદરને તાલુકા બનાવવા માંગ કરી છે. તેમનું કહેવુ છે કે, છેલ્લાં 6 ધારાસભ્ય છેલ્લાં ઘણાં વખતથી લોલીપોપ આપી રહ્યાં છે. જો બનાસકાંઠાને ચાર અને અરવલ્લીને બે તાલુકા મળતાં હોય તો ઈડરને કેમ નહીં.
જાદરવાસીઓ એટલી હદે રોષે ભરાયાં છે કે, 70થી વધુ આગેવાનોએ કેસરિયો ખેસ ઉતારી આ મુદ્દે સરકાર સામે લડત લડવા નક્કી કર્યુ છે. એવી ચિમકી આપવામાં આવી છે કે, જાદર પંથકના ગામડાઓમાં હવે ભાજપના એકેય નેતાને પ્રવેશ મળશે નહીં. એટલુ જ નહીં, આ ગામડાઓમાં ભાજપનો એકપણ કાર્યક્રમ યોજવા દેવાશે નહી.
નીચે મુજબ 17 તાલુકા જાહેર કરાયા