ગાંધીનગર ના અડાલજમાં મોડેલની હત્યા કરનાર સાયકો કિલર વિપુલ પરમાર દ્વારા ગઈ કાલે કરવામાં આવેલ ફાયરિંગ માં ઘાયલ પોલીસ કોન્સ્ટેબલની રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે મુલાકાત લીધી હતી. DGP વિકાસ સહાયની સાથે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા વાસમ શેટ્ટી રવિ તેજા પણ સાથે હતા.
આજે(25 સપ્ટેમ્બર 2025) હોસ્પિટલમાં પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલાને મળ્યા. ગઈકાલે પોલીસ એન્કાઉન્ટરમાં તે ઘાયલ થયો હતો જ્યાં એક ખૂંખાર ગુનેગારને ઠાર મારવામાં આવ્યો હતો.
તેની બહાદુરી અને ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી. "ખુશી છે કે તે ડોકટરોની દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહ્યો છે."
શું હતી ઘટના?
અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે લૂંટ વિથ મર્ડરનો એક ગંભીર કિસ્સો બનાવ્યો હતો. જે કેસમાં પોલીસને મોટી સફળતા હાથે લાગી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાયકો કિલર વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમારની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપી રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભાગતો હોવાથી પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં આરોપીનું મોત થયું હતું. પરંતુ આ ઘટના કોન્સ્ટેબલને ગોળી વાગવાથી ઘાયલ થયો હતો.