છેલ્લાં ઘણા સમયથી ગુજરાતમાં 'ભેળસેળ' ની બોલબાલા છે. રાજ્યમાં કોઈ પણ નકલી ચીજ વસ્તુમાં ભેળસેળના ભાંડાફોડ થઈ રહ્યા છે, ત્યારે હવે અમદાવાદમાંથી બનાવટી ઘીનો જથ્થો મળી આવ્યો છે.
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. સ્ટાફના અધિકારી કર્મચારીઓ કાર્યરત હતા. આ દરમ્યાન કણભા પોલીસ સ્ટેશન વિસ્તારના વહેલાલ ગામની સીમમાં આવેલ વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના શેડ-1 માં આવેલ મે માં અર્બુદા પ્રોડક્ટનો સંચાલક પોતાના ગોડાઉન માં બનાવટી ઘીનુ વેંચાણ કરે છે, એમ બાતમી મળી હતી. જેના આધારે પોલીસ સ્ટાફના તથા ખોરાક અને ઔષધી વિભાગ અમદાવાદ-2 ના અધિકારી પી.એચ.સોલંકી સાથે સદર જગ્યાએ તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે 1,56,240 રૂપિયાનું શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી 223.200 કિલોગ્રામ મળી આવ્યું હતું. આ શંકાસ્પદ ઘીના જથ્થામાંથી ખોરાક અને ઔષધી વિભાગ અમદાવાદ-2 ના અધિકારીઓએ પૃથક્કરણ માટે જરૂરી સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી બનાવનાર વ્યક્તિ જીગર ઉમેશભાઇ પ્રજાપતી હતો. જે દહેગામના દહેગામ લુહાર ચકલા, મહાલક્ષ્મી ડેરીની પાસે રહે છે. તેની પાસેથી સીઝ કરેલ 1,56,240 રૂપિયાનું શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી 223.200 કિલોગ્રામ મળી આવ્યું હતું. ત્યારે 3,43,050 રૂપિયાનું 543 કિલોગ્રામ ઘી નાશ કર્યું હોવાનું અનુમાન છે.