અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં શિક્ષકે આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. ધનસુરામાં ધોરણ 11 અને 12ના શિક્ષક પંકજ ગુલાબજી સિમ્બલિયા જીવન ટૂંકાવ્યાં છે. પંકજ ધનસુરાની એસ. મહેતા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા હતાં અને શિક્ષણક્ષેત્રે એક પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા હતા.
અગમ્ય કારણોસર ઝેરી ગટગટાવી
પ્રાપ્ત માહિતી મુજબ, અજાણ્યા કારણોસર તેમણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તાત્કાલિક તેમને સારવાર માટે વાત્રક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે.
પોલીસે તપાસ હાથધરી
આ અચાનક અને શોકજનક ઘટનાથી સમગ્ર ધનસુરા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે. ઘટના પગલે પરિવારજનો, મિત્રો તેમજ સહકર્મચારીઓમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. હાલ આ ઘટનાની ગંભીરતાથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી આપઘાત પાછળના કારણો બહાર આવી શકે.