સરકારમાં મોટા પાયે ફેરફાર થવાની ચર્ચા ચાલી રહી છે. જે બધાની વચ્ચે સરકારે નવા તાલુકાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય વાત એ છે કે, બનાસકાંઠામાંથી નવો જિલ્લો વાવ - થરાદ જાહેર કરવાના પગલે ઉગ્ર વિરોધના સૂર ઉઠ્યા હતા. જે વિરોધના સૂરને શાંત કરવા અને કેટલાક સમીકરણો સેટ કરવા 251 તાલુકાના આંકડો વધારવાનો નિર્ણય કર્યો છે. જો કે, સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણ ભાજપને નવા પ્રદેશ મળવાની વાતો વચ્ચે આ નિર્ણય લેવાયો છે. આપને જણાવીએ કે, ગુજરાતમાં નવા 17 તાલુકાની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
રાજકીય ચર્ચા ઠંડી પડશે!
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા આ નવા 17 તાલુકા અસ્તિત્વમાં આવશે. પહેલા નગર પાલિકા અને મહા નગર પાલિકાના આંકડામાં વધારો કર્યા બાદ 33 ના 34 જિલ્લા જાહેર કરવાનું નકકી કરવામાં આવ્યું છે. જે જિલ્લાની ચર્ચા થાકતા હવે નવા 17 તાલુકાની ચર્ચા જાગી છે. જો કે, ક્યાં વિસ્તારમાંથી કયો તાલુકો બનશે, તે અંગે પણ માહિતી સામે આવી જ ગઈ છ, જે વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ નવા તાલુકા બનાવવી વાત સામે આવી છે.
બનાસકાંઠામાંથી નવો જિલ્લો જાહેર કરતા વિરોધના સૂર ઉઠ્યા હતા
બનાસકાંઠામાંથી વાવ - થરાદ જિલ્લા જાહેર કરવામાં આવતા ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મૂળ ભાજપીય અને અપક્ષ ચૂંટણી લડીને ધાનેરામાંથી જીતેલા માવજી દેસાઈએ પણ વિરોધ નોંધાવ્યો હતો. તો, બીજી તરફ બનાસકાંઠાના ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલાએ પણ સરકારમાં લોકોની પહોંચાડશે તેવી અગાઉ વાત કરી હતી. જો કે, જે વાત સરકાર સુધી પહોંચી હોય તેવું પણ જણાઈ રહ્યું છે. કારણ કે, હવે ધાનેરા અને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવવાની વાત થઈ રહી છે.
નવો જિલ્લા 1 બનાવ્યો પણ તાલુકા 17 કેમ?
નિષ્ણાંતોના મતે બનાસકાંઠામાંથી નવો જિલ્લો જાહેર કરવામાં આવતા, ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી પણ નવા જિલ્લાની માંગ ઉઠી હતી. સાથો સાથ બનાસકાંઠામાં જિલ્લો જાહેર કરવામાં આવ્યા પછી ખુશીની સાથે સાથે બે તાલુકાના લોકોમાં રોષ પણ હતો, આખરે તે રોષને ઠારવા સરકાર ફક્ત બનાસકાંઠામાં તાલુકા વધારે એવું તો બની શકે નહીં, સાથો સાથ અન્ય તાલુકાઓની પણ માગ હતી.
વિધાનસભા અને લોકસભાની બેઠકો વધશે?
અત્રે જણાવીએ કે, અત્યારે 251 તાલુકાઓ વચ્ચે વિધાનસભાની 182 બેઠક છે. ત્યારે ફરી 17 તાલુકા ઉમેરાશે ત્યારે 268 તાલુકા થશે ત્યારે વિધાનસભાની બેઠકો પણ વધી શકે તેવો રાજકીય નિષ્ણાંતોનો મતે છે. જો કે, લોકસભાની 26 બેઠકો છે ત્યારે આ બેઠકો પણ વધી શકે છે. કારણ કે, હવે 33 જિલ્લાઓ છે, ત્યારે હવે 34 જિલ્લાઓ પણ બનવાના છે, ત્યારે લોકસભાની બેઠકો પણ વધી શકે છે.