મહેસાણા જિલ્લાના ઊંઝા APMC (કૃષિ ઊત્પાદન બજાર સમિતિ)ની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ ચૂંટણીમાં દિનેશ પટેલ ફરીથી ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે વાઈસ ચેરમેન પદ માટે વિષ્ણુ પટેલને બહુમતી મળતા તેઓને મેન્ડેટ અપાયું છે.
દિનેશ પટેલ ચેરમેન!
દિનેશ પટેલે ચેરમેન પદ માટે મજબૂત દાવેદારી રજૂ કરી હતી અને ચૂંટણીમાં તેમનો દબદબો સ્પષ્ટ રીતે જોવા મળ્યો. છેલ્લા 9 મહિનાથી ઊંઝા APMC રાજકીય જૂથબંધી અને આંતરિક ખેંચતાણને કારણે સતત ચર્ચામાં રહી હતી. ખાસ કરીને ભાજપના બે જુદા જૂથો આ ચૂંટણીઓમાં આમને–સામને આવી ગયા હતા. જેના કારણે ચૂંટણી હંગામો બની ગઈ હતી.
દબદબો યથાવત
ઉંઝાની APMC એ એશિયા સ્તરે જાણીતા કૃષિ બજારોમાંની એક ગણાય છે, જ્યાં હજારો ખેડૂતો પોતાનું ખેત ઊત્પાદન વેચવા આવે છે. આવી મહત્વની સંસ્થા માટેની ચૂંટણીમાં ફરીથી દિનેશ પટેલને મેન્ડેટ મળતા તેઓ ચેરમેન પદ માટે નિશ્ચિત બની ગયા છે. આ ચૂંટણીના પરિણામો ઊંઝાની સ્થાનિક રાજકીય સમીકરણો અને કૃષિ બજારના ભવિષ્ય માટે મહત્વનું સાબિત થશે.