ગાંધીનગરના અડાલજ પાસે કેનાલ પાસે લૂંટ વિથ મર્ડર મામલે પોલીસે આરોપીને દબોચી લીધો હતો, ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેનું એન્કાઉન્ટર થતાં મોત પણ થયું છે. ત્યારે આરોપી વિપુલ પરમાર મામલે અનેક ખુલાસા થઈ રહ્યાં છે.
આરોપી કડાદરા ગામનો રહેવાસી હતો
ઉલ્લેખનીય છે કે, આરોપી વિપુલ પરમાર મૂળ ગાંધીનગરના દહેગામના કડાદરા ગામનો રહેવાસી હતો. વારસાઈ મિલકતનું મકાન કડાદરામાં છે, જ્યાં તે એકલો રહેતો હતો. તેને જન્મ આપનારી માતા અડાલજ પાસે આવેલા અંબાપુર ગામમાં રહે છે. આરોપી વિપુલ પરમાર હત્યાની રાતે અંબાપુરથી નીકળ્યા બાદ કેનાલે ગયો હતો અને ત્યાં તેણે ગુનો આચર્યો હતો
છૂટાછેડા લીધેલી યુવતીના પ્રેમ સંબંધમાં હતો
વિગતો એવી પણ સામે આવી છે કે, વિપુલ પરમાર અસારવામાં રહેતી અને છૂટાછેડા લીધેલી યુવતીના પ્રેમ સંબંધમાં હતો. તેમણે મંદિરમાં લગ્ન પણ કર્યા હતા. બંને એકસાથે 15 દિવસ સુધી રહ્યા હતા. બાદમાં વિપુલના વર્તનને લઈને યુવતી તેને છોડીને તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. ત્યારબાદ એકલો રહેતો અને રખડતો હતો.
જૂની માતા અને તેના પિતાને મળવા જતો
વિપુલ પરમાર તેની જૂની માતા અને તેના પિતાને પણ અવારનવાર મળવા માટે જતો હતો. પ્રેમ સંબંધમાં હતો તે યુવતીના ઘરે પણ એક દિવસ તે રાત્રે યુવતીના ઘરે પણ પહોંચી ગયો હતો અને તેને મનાવવાનો પણ પ્રયાસ કર્યા હતા. જેણે આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી હતી.