અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોરમાં જૂના કોબા અને કોબા ગામ મેટ્રો સ્ટેશનો તારીખ 28 સપ્ટેમ્બર 2025થી કાર્યરત થશે. જુના કોબા મેટ્રો સ્ટેશન અને કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય, ગિફ્ટ સિટી અને એપીએમસી મેટ્રો સ્ટેશનો તરફ જતી પહેલી અને છેલ્લી મેટ્રો ટ્રેનના સમય પત્રક બહાર પાડવામાં આવ્યો છે. તમે ટ્રેનના સમય અંગેની વધુ વિગતો વેબસાઈટ https://www.gujaratmetrorail.com મેળવી શકો છે.
કોબા ગામ મેટ્રો સ્ટેશનનો સમય
સચિવાલય તરફ જવા માટે પ્રથમ ટ્રેન સવારે 8.32 વાગ્યે અને છેલ્લી ટ્રેન સાંજે 7.45 વાગ્યે
એપીએમસી સ્ટેશન તરફ જવા માટે
પ્રથમ ટ્રેન સવારે 8.04 વાગ્યે અને છેલ્લી ટ્રેન રાત્રે 8.07 વાગ્યે
ગિફ્ટ સિટી તરફ જવા માટે
પ્રથમ ટ્રેન સવારે 7.40 વાગ્યે અને છેલ્લી ટ્રેન સાંજે 6.10 વાગ્યે.
ટિકિટ બારીનો સમય
ખુલવાનો સમય સવારે 7.30 વાગ્યે અને બંધ થવાનો સમય રાત્રે 8.02 વાગ્યે
જૂના કોબા ગામ મેટ્રો સ્ટેશનનો સમય સચિવાલય તરફ જવા માટે
પ્રથમ ટ્રેન સવારે 8.29 વાગ્યે અને છેલ્લી ટ્રેન સાંજે 7.43 વાગ્યે
એપીએમસી સ્ટેશન તરફ જવા માટે
પ્રથમ ટ્રેન સવારે 8.06 વાગ્યે અને છેલ્લી ટ્રેન રાત્રે 8.10 વાગ્યે
ગિફ્ટ સિટી તરફ જવા માટે
પ્રથમ ટ્રેન સવારે 7.38 વાગ્યે અને છેલ્લી ટ્રેન સાંજે 6.07 વાગ્યે
ટિકિટ બારીનો સમય
ખુલવાનો સમય સવારે 7.28 વાગ્યે અને બંધ થવાનો સમય રાત્રે 8.05 વાગ્યે