ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલને ભાજપે વધુ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. સી આર પાટીલને બિહારના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. બિહારની ચૂંટણી પહેલા તેમને જવાબદારી સોંપવામા આવી છે. તેઓ આજે સુરત એરપોર્ટ પર પરત ફરતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઢોલ અને પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું
સી આર પાટીલને બિહારના સહ પ્રભારી બનાવવામાં આવ્યા બાદ તેઓ પહેલીવાર સુરત આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા તેમજ હોદ્દેદારો ઍરપોર્ટ પર પહોંચ્યા હતાં. ઢોલ અને પુષ્પ વર્ષા કરી સી આર પાટીલનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુજરાત, મહારાષ્ટ્ર બાદ હવે બિહારની જવાબદારી!
ઉલ્લેખનીય છે કે, ગુજરાત, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં સી આર પાટીલે જે સક્રિય જવાબદારી નિભાવી તેને લઈ ભાજપને ખૂબ સારા પરિણામ મળ્યા હતા. ત્યારે હવે બિહારની ચૂંટણીને લઈને પણ સી આર પાટીલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
'ગુજરાત મોડલ લઈને બિહાર જશું'
સી આર પાટીલે કહ્યું કે, ''બિહારના લોકોને PM મોદીના વિકાસ મોડલ પર વિશ્વાસ છે. બિહારમાં વિકાસ થયો નથી તેથી પ્રધાનમંત્રીએ કરોડો રૂપિયા બિહારના વિકાસ માટે ફળવ્યા છે. જેની મદદથી બિહારમાં વિકાસના કાર્યો પણ થઈ રહ્યા છે''






