અમદાવાદમાં એક દિવસમાં બે આપઘાતના બનાવ બન્યા છે. સાબરમતી ગાંધી આશ્રમ અભય ઘાટ પાસે સવારના સમયે એક વ્યક્તિએ ઝાડ પર દોરી બાંધીને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તો બીજી તરફ ચાંદખેડામાં દસમા માળેથી એક યુવકે પડતું મૂકીને આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો છે
અભય ઘાટ નજીક ગળફાંસો ખાદ્યો
ઘટનાની જાણ થતાં રાણીપ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આત્મહત્યા કરનાર યુવક મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને ગાંધી આશ્રમ રિ-ડેવલપમેન્ટની કામગીરીમાં ખજૂર તરીકે કામ કરતો હતો. આસપાસના લોકોની પોલીસે પૂછપરછ કરતાં મૃતક યુવક મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી મોહિત સિંહ હોવાનું જાણવા મળ્યું હતું. અભય ઘાટ નજીક લેબર કોલોનીમાં જ રહેતો હતો. મોડીરાત્રે અથવા વહેલી સવારે તેણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા છે. આ મામલે રાણીપ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચાંદખેડામાં દસમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો
ચાંદખેડામાં ટીપી 44 વિસ્તારમાં કેશવ એપાર્ટમેન્ટ આવેલો છે, જ્યા દસમા માળેથી એક યુવકે પડતું મૂકીને આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. પોલીસ દ્વારા હાલ યુવકની તપાસ હાથ ધરવામાં આવી છે. એપાર્ટમેન્ટના સ્થાનિક રહીશોની પૂછપરછ કરતા એપાર્ટમેન્ટનો યુવક ન હોવાનું હાલ જાણવા મળ્યું છે. યુવક પાસેથી અન્ય કોઈ ચીજવસ્તુ મળી નથી. હાલ પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધી કરી અને યુવક કોણ છે? એ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે