ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. અત્રે જણાવીએ કે, બે દિવસ પહેલા નવરાત્રિના ગરબામાં થયેલી બોલાચાલી ઘર્ષણમાં પલટાઈ હતી. આ જૂથ અથડામણ દરમિયાન તણાવ એટલો વધી ગયો કે પોલીસે મામલો થાળે પાડવા માટે ઘટનાસ્થળે પહોંચી તો પોલીસના વાહનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસ કડક કાર્યવાહી કરી છે.
આરોપીઓનો વરઘોડો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસએ તત્કાલીક કાર્યવાહી કરતાં અત્યાર સુધીમાં કુલ 66 આરોપીઓની અટકાયત કરી છે. દહેગામ પોલીસ દ્વારા અહી એક અનોખી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓનો ગામમાં વરઘોડા કાઢ્યો હતો તેમજ જાહેરમાં માંફી મંગાવી હતી.
પોલીસ કાર્યવાહી
આ વરઘોડા દરમિયાન લોકો દ્વારા "જય શ્રી રામ", "ગુજરાત પોલીસ ઝિંદાબાદ" અને "હર હર મહાદેવ" જેવા નારા લગાવવામાં આવ્યા હતા. પોલીસે આ કાર્યવાહી દ્વારા કાયદો અને વ્યવસ્થાની છાપ બતાવી છે તથા સમાજમાં શાંતિ જળવાઈ રહે તે માટે કડક સંદેશો આપ્યો છે. ઘટનાને પગલે હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે