આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમના ગુનોં આચરતા આરોપીઓને અમદાવાદ પોલીસે દબોચી લીધા છે. ભારતના અલગ-અલગ રાજ્યના નાગરીકોને લોભ લાલચ આપી અલગ-અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેની કીટો તથા સીમકાર્ડ મેળવી લઈ દુબઇ, વિયેતનામ અને કમ્બોડીયા ખાતે મોકલાવી ત્યાથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા-જુદા ભાગોમાં અંદાજે રૂ.804 કરોડના આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રિય સાયબર ક્રાઈમના ગુનોં આચરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
1549 ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો
અત્રે જણાવીએ કે, 804 કરોડ સાયબર ક્રાઇમ ફ્રોડ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ગેંગ દ્વારા કૂલ 1549 ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. ડિજિટલ અરેસ્ટ, ફાયનાન્સિયલ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ વગેરે ગુનાઓને અંજામ અપાયો હતો. ફ્રોડ સીમકાર્ડ તેમજ ફ્રોડ બેંક એકાઉન્ટ દ્વારા દુબઈ, કંબોડીયા, વિયેતનામમાં બેઠેલા સાયબર ક્રાઇમ સીડીકેટ દ્વારા ફ્રોડ કરવામાં આવતા હતા.
બાતમીના આધારે રેડ પાડી હતી
વર્તમાનમાં વધી રહેલ સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા ખાનગી બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરી પકડેલા આરોપીઓ તથા સહ આરોપીઓ સાથે મળી લોકો પાસેથી ચેનકેન પ્રકારે બેંક ખાતાઓ તેમજ સીમકાર્ડ મેળવી દુબઈ, કંબોડીયા, વિયેતનામ લઈ જઈ સાયબર સીડીકેટના આરોપીઓને આપતા જેમાં ભારતના લોકો સાથે જુદી-જુદી મોડસ ઓપરેન્ડીથી સાયબર ક્રાઇમના ગુના આયરી ખુબ જ મોટા પ્રમાણમાં નાણા જમા કરાવતા આ ગુનામાં પકડાયેલ આરોપીઓને દબોચી લીધા છે.
કબજે કરેલો મુદ્દામાલ
મોબાઈલ ફોન - 65
બેંક એકાઉન્ટના ડેબીટ કાર્ડ - 447
બેંક એકાઉન્ટની કીટ - 529
બેંક એકાઉન્ટની પાસબુક - 119
બેંક એકાઉન્ટની ચેકબુક - 388
સિમકાર્ડ - 687
POS મશીન - 16
લેપટોપ - 02
સાઉન્ડ બોક્ષ - 11
QR SIS - 18
રાઉટર - 01
અટકાયત કરાયેલા આરોપીઓનું નામ
(1) ભાવેશ રવજીભાઇ ચૌહાણ, રહે.સુરત
(2) રાજેશ પરષોતમભાઈ સોજીત્રા, રહે.સુરત
(3) કિશોર નાનજીભાઇ પરમાર, રહે.સુરત
(4) રાજુભાઇ માવજીભાઇ સાંકળીયા, રહે.સુરત
(5) મયંક અંબાલાલ દેવડા, રહે.સુરત
(6) નરેશ અંતરસીંગ ભયડીયા, રહે.સુરત
(7) ઇમરાન અલિયરખાન પઠાણ, રહે.સુરત
(8) કરીમ મહોમદઅલી ચુનારા, રહે.સુરત
(9) કલ્પેશ દેવજીભાઇ પડાયા, રહે.સુરત
(10) અફરોઝખાન અફઝલખાન, રહે.સુરત