અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતી પરિણિત મહિલાએ ત્રણ મહિનાનું બાળક પેટમાં હોવા છતાં પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવનનો ટુકવ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સાસરિયાના લોકો દહેજ માટે માનસિક ત્રાસ આપતા હતા.
મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો છે. તેમજ મૃતક મહિલાના પરિવારજનોએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત ત્રણ લોકો સામે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ મોનિકાએ જેના પણ ત્રાસથી આત્મહત્યા કરી છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોએ માગ કરી છે.
મૃતક અશોકભાઈ નાઇ નામના વ્યક્તિની ચાર દીકરીઓની પૈકી ત્રીજા નંબરની દીકરી હતી. પરિવાર મોટો હોવાથી અશોકભાઈએ ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને આજથી 6 મહિના પહેલા મોનિકાનાં લગ્ન દિલીપ શ્રીવાસ સાથે કરાવ્યા હતાં. લગ્ન થયા બાદ મોનિકા પોતાના સાસરિયામાં જતી રહી હતી. પરંતુ થોડા સમયમાં જ પતિ સહિત સાસરિયા પક્ષના લોકો મોનિકાને માનસિક ત્રાસ આપતા હોવાનો મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.