બનાસકાંઠામાં સ્થિત એશિયાની સૌથી મોટી દૂધ સહકારી ડેરી બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણી હવે વિવાદનો વિષય બની ગઈ છે. ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર આક્ષેપો સાથે અરજદાર નવિન પરમારે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા રદ કરવાની માંગ કરી છે.
અરજદારે કર્યા ગંભીર આક્ષેપ
અરજદારના જણાવ્યા પ્રમાણે હાલ જે રીતે નિયામક મંડળીની બેઠકો માટે ચૂંટણી કરવામાં આવી રહી છે, તે સહકારી બંધારણાની કલમ 223(3)(6)ના ઉલ્લંઘન સમકક્ષ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આ ચૂંટણીમાં લાયકાત ધરાવતા તમામ સભ્યોને જોડ્યા વગર પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે, જે નિયમ વિરુદ્ધ છે અને ગેરકાયદેસર ગણાવી છે.
નવિન પરમાર અરજીમાં શું કહ્યું?
નવિન પરમારએ પોતાની અરજીમાં કહ્યું છે કે, જો આવી રીતે ચૂંટણી યોજાશે તો અનેક દૂધ ઉત્પાદકો અને સભ્યોના હકો સાથે અન્યાય થશે. તેમનું માનવું છે કે, આ પ્રક્રિયા માત્ર થોડાં જ લોકોએ મળીને કરી છે. તેમણે કહ્યું કે, ''કલેક્ટરને લેખિતમાં વિનંતી કરી છે કે ચૂંટણીને અયોગ્ય ગણાવીને તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને તમામ લાયક સભ્યોને સમાવિષ્ટ કરીને યોગ્ય રીતે નવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે''.