બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામમાં એક યુવાનના આપઘાતનો દુઃખદ મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવકે ઝેરી દવા પી લેતાં પહેલા તેને બરવાળા અને બાદમાં વધુ સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું, જેના પગલે પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
રામપરા ગામના યુવાનનો આપઘાત
મૃતક હિમ્મતભાઈ નામના યુવાનના પરિવારજનોનું કહેવું છે કે એક શખ્સ તેની પર અવારનવાર ધમકીઓ આપી ત્રાસ આપી રહ્યો હતો. આ સતત ત્રાસને કારણે યુવકે જીવનથી ત્રાસી જઈ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, યુવકને આત્મહત્યા સુધી ધકેલી દેનાર શખ્સ સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. વધુમાં, પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે
પોલીસ પર ગંભીર આક્ષેપ
આ મામલે પોલીસ પર આક્ષેપ કર્યા છે કે, પોલીસ અમારી ફરિયાદ દાખલ કરતી નથી અને ધક્કા ખવરાવે છે. હવે મૃતકના પરિવારજનો દોષિત સામે કડક પગલાં લેવા અને ન્યાય મેળવવા માટેની માંગણી કરી રહ્યા છે. પરિવારે આક્ષેપ કર્યા છે કે, અમેને કેટલાય સમયથી આ લોકો હેરાન કરે છે ધાક અને ધમકી આપે છે અને જેના કારણે દવા પી ને આપઘાત કરવો પડી રહ્યો છે.