નવરાત્રિના પાવન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટમાં એક ગરબામાં ચેકિંગ મુદ્દે વિવાદ સર્જાયો છે. નીલ સિટી ક્લબમાં બુધવારે સરપ્રાઇઝ ચેકિંગ માટે પહોંચેલા VHPના કાર્યકરોને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રોક્યા હતા અને ભાજપના માણસો ગણાવી બોલાચાલી કરી હતી. અત્રે જણાવીએ કે, VHP અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી માહોલ ગરમાયો હતો.
ગરબામાં ચેકિંગ મુદ્દે બબાલ
નવરાત્રિના આયોજન દરમિયાન વિધર્મીઓને રોકટોક વિના પ્રવેશ આપવામાં આવતો હોવાના આક્ષેપોના પગલે VHP અને ક્લબના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરપ્રાઈઝ કરવા આવેલા VHPના કાર્યકર્તાઓને રોક્યા હતા અને તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તેમને ભાજપના માણસો ગણાવીને રંગમાં ભંગ નાંખવા આવ્યાનો આક્ષેપ કર્યો હતો.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. જો કે, આ વિવાદને રાજકીય બદઈરાદા સાથે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જોડ્યું હતું. સમગ્ર બબાલને રાજકીય રંગ આપવામાં આવ્યો હતો. આ વિવાદે નવરાત્રિનાં ગરબા આયોજનોમાં સુરક્ષા અને નિયમોના પાલન અંગે ફરી એકવાર સવાલ ઊભો થયા છે.