સુરતની સિવિલ હોસ્પિટલ પાસેથી દુઃખદ ઘટના સામે આવી છે. હોસ્પિટલની કોવિડ બિલ્ડિંગની સામે આવેલા ઝાડ પર એક 26 વર્ષીય યુવતીનો મૃતદેહ લટકતો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં દુઃખદ ઘટના
આ યુવતી હજીરા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. મળતી માહિતી અનુસાર યુવતી ડિલિવરી (પ્રસૂતિ) સંબંધિત સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં આવી લાવવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતી અચાનક ગુમ થઈ ગઈ હતી. યુવતીના ગુમ થઈ જવા બાદ તેના પરિવારજનોએ હોસ્પિટલમાં શોધખોળ શરૂ કરી હતી, પણ યુવતીનો કોઈ મળી આવી ન હતી.
26 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો
જે બાદ હવે હોસ્પિટલની સામે આવેલા ઝાડ પર યુવતીનું મૃતદેહ લટકતું હાલતમાં મળી આવ્યું હતું. જે હાલત જોઈને સ્થાનિક લોકો અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં તરત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે શંકાસ્પદ સ્થિતિને ધ્યાનમાં રાખીને શવને પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો છે. હજુ સુધી યુવતીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ તપાસ બાદ વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે.