સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનિજ વહન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વઢવાણ-વાધેલા-ખારવા રોડ પર વિભાગે આકસ્મિક ચેકિંગ ઝુંબેશ ચલાવી હતી, જેમાં ઓવરલોડ અને ગેરકાયદેસર રીતે ખનિજ વહન કરતા ડમ્પરોને પકડવામાં આવ્યા હતા.
4 ડમ્પરો ઝડપ્યા
વિભાગે ગુપ્ત માહિતીના આધારે ચેકિંગ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનુ ગેરકાયદેસર રીતે વહન કરતા કુલ 4 ડમ્પરો ઝડપ્યા હતા. આ વાહનોમાંથી મોટા પાયે ખનિજ બહાર લાવવામાં આવી રહ્યું હતું અને તે માટે કોઈ માન્ય પરવાનગી પણ લેવાઈ ન હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
1 કરોડના મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ સમગ્ર ઓપરેશન દરમિયાન ખાણ ખનીજ વિભાગે અંદાજે રૂ. 1 કરોડના મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં ડમ્પર વાહનો અને તેમાં ભરેલો ખનિજ સામેલ છે. વિભાગે કહ્યું છે કે, આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અટકાવવા લગાવવા માટે ચેકિંગ ચાલુ રહેશે. ખનિજના ગેરકાયદેસર વહનથી રાજ્ય સરકારના આવકના સ્ત્રોત પર અસર થાય છે તેમજ પર્યાવરણને પણ નુકસાન થાય છે, તેથી આવાં કડક પગલાં અનિવાર્ય બન્યા છે.