logo-img
All Gujarat Rain Weather Forecast Imd Navratri 2025

વરસાદે નવરાત્રિ આયોજકોનું ટેન્શન વધાર્યું! : વૃક્ષો ધરાશાયી, રસ્તાઓ બંધ કરાયા, પાર્ટી પ્લોટ બગાડ્યા... જુઓ ક્યાં કેવો વરસ્યો વરસાદ

વરસાદે નવરાત્રિ આયોજકોનું ટેન્શન વધાર્યું!
Published by: Offbeat Team
| Last Updated: Sep 28, 2025, 11:47 AM IST

રાજ્યમાં આજે સવારથી કેટલીક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સુરત, નવસારી, તાપી સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વરસાદના કારણે વૃક્ષ-દીવાલ ધરાશાયી થયા, શેડ ઊડી ગયા, ખેલૈયાની મજા ખરાબ થઈ રહી છે.

અમદાવાદમાં વરસાદી માહોલ

અમદાવાદમાં આજે સવારથી કેટલીક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદના વસ્ત્રાપુર, ગુરૂકુળ, ગોતા, ઈસ્કોન, થલતેજ, મેમનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. નવરાત્રિના ગરબા આયોજનોમાં પણ વરસાદે અડચણ ઊભી કરી છે.

નવરાત્રિ મહોત્સવ વચ્ચે વરસાદ બોલાવશે રમઝટ!

અમદાવાદના વાતાવરણમાં પલટો

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. પ્રહલાદનગર, ઇસ્કોન સહિતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું છે. નવરાત્રિના ઉત્સવ દરમિયાન આવેલા આ વરસાદથી ખેલૈયાઓની મજા પર અસર પડી છે, અને ગરબાની રમઝટમાં વિક્ષેપ આવવાની શક્યતા છે.

સુરતમાં નવરાત્રિ આયોજકોનું ટેન્શન વધ્યું

સુરતમાં રવિવારે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. જેની અસર નવરાત્રિના ગરબા આયોજનોમાં અડચણ ઊભી થઈ રહી છે. ત્યારે લાંબા સમયના વિરામ બાદ મહીસાગરના લુણાવાડા સંતરામપુર અને ગ્રામ વિસ્તારમાં હળવું વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જેના નવરાત્રિ આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે.

નવસારીમાં તારાજી

નવસારીમાં આવેલા વાવાઝોડાને પગલે સુરત અને નવસારી મહાનગરપાલિકાની ટીમો કામે લાગી છે, એક એસડીઆરએફની ટીમ મદદ માટે કામે લાગી છે. ભારે વરસાદેના કારેને 1000 થી વધુ ઘરોને મોટા પાયે નુકસાન, પશુપાલન ઘરો ખેતી અને બાગાયતી પાકોને મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે 20 થી વધુ ગામોમાં નુકસાન થયું છે અને ઝાડ પડવાના કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, ચીખલી તાલુકો અને વાંસદા તાલુકામાં વાવાઝોડાના કારણે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજ્ય સરકારના ડિઝાસ્ટર વિભાગને જાણ કરવામાં આવી છે.

Navratri 2025

વાદોડારામાં વરસાદ

અચાનક વરસાદની ધમાકેદાર એન્ટ્રીએ શહેરમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓને ચિંતામાં મૂકી દીધા. ગરબાના આયોજનો પર પાણી ફરી વળવાની શક્યતા ઉભી થઇ ગઈ છે. દરરોજની જેમ પોતાના ધંધા-રોજગાર માટે નીકળેલા ઘણા લોકો રેઇનકોટ કે છત્રી વિના પલળી ગયા. ત્યારે રસ્તા પર વરસાદના પાણી વહેતા હતા અને કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાઇ જવાથી ટ્રાફિકજામ પણ જોવા મળ્યો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now