અમદાવાદ શહેરના શીલજ બ્રિજ નજીક આજે એક ચોંકાવનારી અને ભયાનક ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિએ પોતાની પત્નીના ભાઈ, એટલે કે સાળા પર ખુલ્લેઆમ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. મળતી માહિતી મુજબ, મૌલિક નામના શખ્સે પોતાના સાળા સુધીર પર પોઈન્ટ બ્લેંક રેન્જ પરથી ત્રણ વખત ગોળીઓ ચલાવી હતી.
સાળા પર ત્રણ રાઉન્ડ ગોળીબાર
ગોળીબારના કારણે સુધીરના પેટમાં એક ગોળી વાગી અને બીજી ગોળી શરીરને ઘસીને નીકળી ગઈ, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસે તપાસ હાથધરી
આ સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યું છે કે મૌલિકે પત્નીને માર મારતા તેણે આ અંગે પોતાના ભાઈને જાણ કરી હતી, જેમાં આ ફાયરિંગ થયાની વિગતો સામે આવી છે. ઘટના બાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં મૌલિક સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બોડકદેવ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ તથા સમગ્ર ઘટનાક્રમ વિશે વિગતવાર તપાસ હાથધરી છે.
શીતલે સુધીરને ફોન કર્યો હતો
ઉતરાખંડના દેહરાદુનનાં રહેવાસી સુધીર ઉર્ફે ગોપાલ ચંદુ ઠક્કર જમીન દલાલનું કામ કરે છે તેઓને પરિવારમાં ત્રણ ભાઈ બહેન છે. જેમાં નાની બહેન શીતલ ઉર્ફે ગુડ્ડીના લગ્ન વર્ષ 2009માં મૌલિકઠક્કર સાથે થયા હતા. જે લગ્નજીવનમાં તેમને બે સંતાન છે. શીતલ તેના પતિ અને પરિવાર સાથે થલતેજ રોડ પર એમીનેન્સ 96 ખાતે રહેતી હતી. શીતલે સુધીરને ફોન કરી કહ્યું હતું કે, ''તેનો પતિ તેની સાથે ઝઘડો કરે છે, જેથી તેને લઈ જાઓ''
મૌલિકે 35 ફૂટ દૂરથી સુધીર ફાયરિંગ કર્યું
સુધીર તેના પિતા ચંદુભાઈ અને મોટા બનેવી ભાવીન સુથાર સાથે શીતલને લેવા માટે જતો હતો, ત્યારે સુધીર ઠક્કર તેના પિતા ચંદુભાઈ અને મોટા બનેવી ભાવિન ચંદ્ર સુથાર ગાડી શીતલના ફ્લેટ નીચે પહોંચ્યા હતા જ્યાં તેઓએ શીતલને ફોન કરી ફ્લેટની નીચે બોલાવી હતી. શીતલ ફ્લેટમાંથી ઉતરી સુધી ઠક્કરની ગાડી પાસે આવી રહી હતી, તે દરમિયાન તેની પાછળ પાછળ તેનો પતિ મૌલિક ઠક્કર હાથમાં રિવોલ્વર લઈને આવ્યો હતો અને તેની સાથે તેનો ભાઈ જીતુ ઠક્કર પણ આવતો હતો. તે વખતે મૌલિકે 35 ફૂટ દૂરથી સુધીર ઠક્કરની ગાડી પર ફાયરિંગ કર્યું હતું