અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે ખેલૈયાઓમાં પણ ટેન્શન જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ મહોત્સવનો માહોલ છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં વરસાદી માહોલ
અમદાવાદમાં આજે સવારથી કેટલીક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદના વસ્ત્રાપુર, ગુરૂકુળ, ગોતા, ઈસ્કોન, થલતેજ, મેમનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. નવરાત્રિના ગરબા આયોજનોમાં પણ વરસાદે અડચણ ઊભી કરી છે.
અમદાવાદના વાતાવરણમાં પલટો
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. પ્રહલાદનગર, ઇસ્કોન સહિતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું છે. નવરાત્રિના ઉત્સવ દરમિયાન આવેલા આ વરસાદથી ખેલૈયાઓની મજા પર અસર પડી છે, અને ગરબાની રમઝટમાં વિક્ષેપ આવવાની શક્યતા છે.