અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં દુઃખદ ઘટના બની હતી. શ્રમિકો વિશ્વકુંજ-2 નામની સાત માળની બિલ્ડિંગ પર વીએસ જ્વેલર્સના હોર્ડિંગની કામગીરીમાં કરતા શ્રમિકોને કરંટ લાગતા નીચે પટકાતા બે શ્રમિકોના મોત થયાની વિગતો સામે આવી છે.
બે શ્રમિકોના દુખદ મોત
પ્રાથમિક માહિતી મુજબ, બિલ્ડિંગના ઉપરના માળે હોર્ડિંગ લગાવતી વખતે થાંભલાના વીજ વાયર સાથે હોર્ડિંગ અડી જતા અચાનક વીજપ્રવાહ લાગ્યો અને બ્લાસ્ટ થયો. વીજ કરંટ લાગતા શ્રમિકો નીચે પટકાયા હતા, જેમાંથી બે શ્રમિકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. આ ભયાનક ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
અન્ય ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ બોપલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ શહેરમાં બાંધકામ સ્થળે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.