આજે વરસાદ ખેલૈયાઓ માટે વિલન બન્યો છે. નવરાત્રિ મહોત્સવ જોરદાર જામ્યું છે, તો બીજી તરફ વરસાદે પણ જમાવટ કરતા કેટલાક ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયા છે. જેના પગલે ખેલૈયાઓની ગરબા રમવાની આશા પર પાણી ફરી વળ્યું છે. વરસાદના પગલે કેટલા ગરબા આયોજકોએ આજે ગરબા રદ પણ કર્યા છે. તો કેટલીક જગ્યા વરસાદી માહોલ વચ્ચે ગરબાની રમઝટ બોલશે. જુઓ લિસ્ટ ક્યાં ક્યાં ગરબા રદ કરાયા
વિવિધ શહેરોમાં રદ કરાયેલા ગરબા
વડોદરા
લક્ષ્મી વિલાસ પેલેસ
વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ
યુનાઈટેડ વે ઓફ બરોડા
અમદાવાદ
રેડ વેલ્વેટ(શેલા)
દાંડીયા ડ્રીમલેન્ડ(મણીનગર)
દીવી મંડળી (વૈષ્ણોદેવી)
શેરી ગરબા મહોત્સવ, બોપલ
ઉદગમના ગરબા, સ્વર્ણ પાર્ટી લોન
મધરાત્રિ ધ મંડલી ગરબા, થલતેજ-હેબતપુર રોડ
નવરંગી નવરાત્રિ, કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ, મૂલાસણ
ખોડલધામ પારિવારિક નવરાત્રિ મહોત્સવ, નિકોલ
પ્રોબઝ ગરબા એન્ડ મંડલી, LJ યુનિ. નજીક, SG હાઈવે
સુરત
ખોડલધામ પારિવારિક નવરાત્રિ મહોત્સવ-2025
ગાંધીનગર
ફ્યુચર વીથ કલ્ચર(ગિફ્ટ સિટી)
વરસાદ વચ્ચે પણ અહીં ગરબા યોજાશે
અમદાવાદ
સ્વર્ણિમ નગરી, YMCA ક્લબ સામે, જીગરદાન ગઢવી
રંગ મોરલા, અંદાજ પાર્ટી પ્લોટ, SG હાઈવે, આદિત્ય ગઢવી
નોરતા નગરી, ગોપાલ ફાર્મ નજીક, કીર્તિદાન ગઢવી
રાતલડી, મહેન્દ્ર ફાર્મ
વડોદરા
શક્તિ ગરબા, સમતા વિસ્તાર
નવશક્તિ ગરબા, સમા-સાવલી રોડ (રમવા અને જોવા માટે એન્ટ્રી ફ્રી)