logo-img
Work On Mumbai Ahmedabad Bullet Train Project In Full Swing

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં : અમદાવાદ માં ગિરધર નગર ફ્લાયઓવર પર બ્રિજનું કામ પૂર્ણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં
Published by: Offbeat Team
| Last Updated: Sep 29, 2025, 11:25 AM IST

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે અમદાવાદ જિલ્લામાં સ્થિત ગિરધરનગર ફ્લાય ઓવર પર રેલવે ઓવર બ્રિજ (આરઓબી)ની વિઆડક્ટ લૉન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જે દિલ્હી–અમદાવાદ મુખ્ય લાઈન(વેસ્ટર્ન રેલવે) પર આવેલું છે. વિઆડક્ટ હાલની રેલવે લાઈનના સમાનાંતરે દોડે છે અને ફ્લાયઓવર પર લૉન્ચિંગ 15 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્ણથયું હતું.

આ કામમાં સ્પાન-બાય-સ્પાન (એસબીએસ) પદ્ધતિનો ઉપયોગ કરીને 45 મીટર લાંબું બ્રિજ લૉન્ચ કરવાનો સમાવેશ થયો હતો. જે ફ્લાયઓવર પર સ્પાનની લંબાઈ 45 મીટર છે અને ઊંચાઈ (જમીનથી રેલ લેવલ સુધી) 19.5 મીટર છે. લૉન્ચ થયેલા સેગમેન્ટની સંખ્યા 19 છે.


સ્પાનનું કુલ વજન: 1200 મેટ્રિક ટન

ગીર્ધર નગર બ્રિજ જે બે-લેનનું ફ્લાયઓવર છે અને અમદાવાદમાં સૌથી વ્યસ્ત ફ્લાય ઓવર્સમાંનું એક છે, જે શાહિબાગ, આસાવરા અને કાલુપુરનેજોડે છે, તે હજારો અમદાવાદ રહેવાસીઓ માટે રોજિંદા મુસાફરીનો મહત્વનો માર્ગ છે. જાહેર જનતા પર ઓછું વિક્ષેપ થાય તે સુનિશ્ચિત કરવા માટે, ફ્લાયઓવર પર લૉન્ચિંગનું કામ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે યોજાયું અને માત્ર 12 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું, જે બ્લોક સમયગાળા દરમિયાનપૂર્ણ થયું,


અમદાવાદમાં 31 ક્રોસિંગ્સ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર અમદાવાદ જિલ્લામાં 31 ક્રોસિંગ્સમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં આઇઆર ક્રોસિંગ (8 નં.), રોડફ્લાયઓવર, રોડ, રોડ અન્ડરપાસ, નહેર (16 નં.), સબર્મતી નદી પર એક(01) રિવર બ્રિજ ક્રોસિંગ અને છ (06) સ્ટીલ બ્રિજ્સનો સમાવેશ છે. આમાંથી 15 ક્રોસિંગ્સ પૂર્ણ થઈ ગયા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now