Ahmedabad Airport Threat : અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. એક મેઈલ મારફતે આ ધમકી મળી છે. જેના પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે.
'હું શૈતાનની સંતાન છું, મેં બોમ્બ પ્લાન્ટ કર્યો છે'
અત્રે જણાવીએ કે, આ મેઈલમાં ધમકી મળી છે કે, ''હું શૈતાની સંતાન છું, મેં બોમ્બ પ્લાન્ટ કર્યો છે' વધુમાં લખ્યું- 'લોહીયાળ ખેલ રોકવા તમારી પાસે 24 કલાક છે'
પોલીસે તપાસ હાથધરી
અમદાવાદ એરપોર્ટને ફરી બોમ્બથી ઉડાવવાનો ધમકી ભર્યો ઇ મેઈલ મળ્યો છે. ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે. આપને જણાવીએ કે, ધમકીના ઈમેઈલનો સિલસિલો સતત ચાલુ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, દર થોડા દિવસે સ્કૂલો, એરપોર્ટ, કોર્ટ સહિતની જગ્યાએ બોમ્બની ધમકીઓ મળી રહી છે.