મહીસાગર જિલ્લામાં આજે વરસાદી માહોલ વચ્ચે એક દુઃખદ ઘટના સર્જાઈ છે. વીરપુર તાલુકાના વરેઠા ગામે વીજળી પડતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને તેની પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
વીજળી પડતાં એકનું મોત
માહિતી અનુસાર પિતા અને પુત્રી બન્ને ખેતરમાં ખેતીકામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક આકાશમાંથી વીજળી પડી હતી. આ અચાનક ઘટનાનાં કારણે બન્ને ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોની મદદથી બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પુત્રીની હાલત ગંભીર
હૉસ્પિટલમાં સારવાર દરમિયાન ડૉક્ટરોએ પિતાને મૃત જાહેર કર્યો હતો, જ્યારે પુત્રીની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે અને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટનાને લઈને ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.