અમદાવાના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10નાં વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ 19 ઓગસ્ટે હત્યા કરી હતી. જે ઘટનાની તપાસ અને કાર્યવાહીનો દોર પણ ચાલી રહ્યો છે. ત્યારે આ સ્કૂલમાં ઘટના બાદ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલી રહ્યો હતો. જો કે, હવે ધોરણ 10 અને 12 માટે ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
'ધો. 10-12ના ઓફલાઈન ક્લાસ શુક્રવારથી શરૂ થશે'
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા કે, 'સેવન્થ ડે સ્કૂલમાં ધો. 10 અને 12ના ઓફલાઈન ક્લાસ શુક્રવારથી શરૂ થશે. ત્યાર બાદ ધીમે ધીમે બાકીના ક્લાસ ઓફલાઈન શરૂ કરવામાં આવશે. બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને ધો. 10 અને 12ના ક્લાસ શરૂ કરવામાં આવશે.
બે ઓબ્ઝર્વર નિરીક્ષણ કરશે
રોહિત ચૌધરીએ કહ્યું કે, 'સ્કૂલમાં અભ્યાસ કરતા 10 હજાર વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, 'સરકાર દ્વારા નિમણૂક કરાયેલા બે ઓબ્ઝર્વર તે પહેલાં સ્કૂલમાં નિરીક્ષણ કરશે'.