રાજયની જેલોના વડા ડોક્ટર કે એલ એન રાવની આખરે લાંબા સમય બાદ જેલોના વડાના પદ પરથી “મુક્તિ” થઇ છે. રાજ્ય સરકારે સિંગલ ઓર્ડર કરી જેલોના વડાના પદેથી ડોક્ટર કે એલ એન રાવની બદલી કરીને CID ક્રાઈમના વડા બનાવ્યા છે. આમ તો વિકાસ સહાયને એક્સ્ટેન્શન મળ્યું તે પૂર્વે રાજ્ય પોલીસ વડાના પદ માટે રેસમાં હતા. પરંતુ વિકાસ સહાયને એક્સ્ટેન્શન મળતા ડોક્ટર કે એલ એન રાવ રાજયની જેલોના વડા તરીકે યથાવત રહ્યા હતા.
ડોક્ટર કે એલ એન રાવ ની CID ક્રાઈમ માં બદલી કરી દેવામાં આવી છે પરંતુ રાજયની જેલોના વડા તરીકે નો વધારાનો હવાલો તેઓ પાસે યથાવત રહેશે
રાવે ગુજરાતની જેલોમાં અનેક સરાહનીય કામગીરી કરી
રેડિયો જેલ
ગાંધી જયંતિ પર સાબરમતી સેન્ટ્રલ જેલ (અમદાવાદ) ખાતે શરૂ કરાયેલોરે રેડિયો સ્ટેશન જે સંપૂર્ણપણે કેદીઓ દ્વારા સંચાલિત છે.
આર્થિક સશક્તિકરણ કાર્યક્રમ
ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવે ગુજરાતની જેલમાં ઉદ્યોગો વણાટ, સુથારકામ, બેકરીઓ, ઇંધણ સ્ટેશન, વગેરેમાં ₹8.9 કરોડ (2017-18) થી ₹42 કરોડ (2023-24) સુધી વધારો કર્યો.
એક નયી ઉમીદ
માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા કેદીઓના બાળકો માટે શિષ્યવૃત્તિ અને પુરસ્કારો પ્રકાશનો માટે ખાસ પ્રોજેક્ટ ચલાવ્યો