logo-img
Body Of Female Police Officer Found In Gandhinagar

ગાંધીનગરમાં મહિલા પોલીસ કર્મચારીનો મૃતદેહ મળ્યો : અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા, SP ઘટનાસ્થળે પહોંચ્યા

ગાંધીનગરમાં મહિલા પોલીસ કર્મચારીનો મૃતદેહ મળ્યો
Published by: Offbeat Team
| Last Updated: Sep 30, 2025, 11:33 AM IST

ગાંધીનગર નજીક આવેલ પાઠયપુસ્તક એપાર્ટમેન્ટમાંથી મહિલા પોલીસ કર્મચારીનો મૃતદેહ મળ્યો છે. મૃત મહિલા પોલીસ કર્મચારી અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા. જે સમગ્ર ઘટનાના પગલે ગાંધીનગર શહેર પોલીસ તથા LCB ની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મહિલા પોલીસ કર્મચારીની નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે.

ગાંધીનગરમાં મહિલા પોલીસ કર્મચારીનો મૃતદેહ મળ્યો

અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા LRD મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળતા ગાંધીનગર શહેર પોલીસ અને એલસીબી (LCB)ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. સૂત્રો પાપ્ત વિગતોમાં ચોંકાવનારી બાબત એ હતી કે મહિલાનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો, જેને લઈને કેસને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે. ઘટનાની ગંભીરતા જોઇને જિલ્લાના એસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર તપાસ હાથ ધરી છે.


પોલીસ તપાસ હાથધરી

વધુમાં, મોબાઇલ ફોરેન્સિક વાનને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે જેથી વધુ ગંભીર અને ટેકનિકલ રીતે તપાસ કરી શકાય. હાલ પોલીસ દરેક અંગલેથી તપાસ શરૂ કરી છે. જેમાં હત્યા, આત્મહત્યા કે અન્ય કોઈ શંકાસ્પદ કોણ છે કે નહીં, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટરની ‘ઓ’ કંપનીમાં તૈનાત હતા

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ LRD પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ પોલીસ હેડકવાર્ટરમાં કાર્યરત હતા અને હાલ ‘ઓ’ કંપનીમાં તૈનાત હતા. DCP કક્ષાના અધિકારીને ત્યાં તેઓ હાલ ઓર્ડલી તરીકે ફરજ બજાવતા હતા.

તપાસ માટે વિવિધ ટીમો બનાવાઈ

ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગર પોલીસની વિવિધ એજન્સીઓની ટુકડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બનાવની તપાસ શરુ કરી છે. LRD પોલીસ કોન્સ્ટેબલના નિવાસના આસપાસના વિસ્તારોના CCTV અને LRD પોલીસ કોન્સ્ટેબલ મોબાઈલ કોલ ડીટેલનું એનાલીસીસ શું કરવામાં આવ્યું છે.

ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના અંગે હાલ બોલવાનું ટાળ્યું છે ..ઘટના સાથે સંકળાયેલી ચોક્કસ કડીઓ એકત્ર થયા બાદ પોલોસ દ્વારા સત્તાવાર રીતે કઈ કહેવામાં આવે તેવી શક્યતા છે.  

કઈ રીતે ઘટના બહાર આવી ?

મહિલા પોલીસ કોન્સ્ટેબલના ભાઈ સતત તેઓને કોલ કરવા છતાં કોલ રીસીવ નહિ કરતા ભાઈએ ઘરની સામે રહેતા પાડોશીને ઘરે તપાસ કરવા મોકલ્યા હતા. પાડોશી ઘરે પહોંચ્યા બાદ સમગ્ર ઘટના ઉજાગર થઇ હતી. મહીલ અપોલીસ કોન્સ્ટેબલ સાથે શું ઘટના બની છે અને આ હત્યા છે કે આત્મહત્યા છે તેનું રહસ્ય વધુ ઘૂંટાતું જાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now