રાજ્માં ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાને લઈ આક્ષેપ કરાયા છે. યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા છે કે, PTC સંસ્થામાં એડમિશન આપવાના નામે વિધાર્થી પાસેથી 2 લાખ સુધીની માંગણી કરવામાં આવે છે. એક શૈક્ષણિક સંસ્થા(કુશાગ્ર લતાબા સ્ત્રી અધ્યયન મંદિર, જીવનધામ કુજાડ તા: દસક્રોઇ, અમદાવાદના ટ્રસ્ટીએ ખુલીને એડમિશન માટે પૈસા ની માંગણી કરી છે, જે સાથે વીડિયો પણ વાયરલ કર્યો છે. ઉત્તર બુનિયાદીમાં ભણ્યા છો એમ કહીને એડમિશન આપ્યું હતું તે કેન્સલ કર્યું,
સંસ્થાની મુલાકાત માટે ગયા તો કહે કે શિક્ષણ વિભાગમાં આવો નિયમ છે.
ત્યારબાદ પીડિત સાથે શિક્ષણ વિભાગના એમ આઈ જોષી નીચે કામ કરતા બારૈયાને રૂબરૂ મળ્યા, વિધાર્થીઓ ભરેલ રસીદ દેખાડી, વિધાર્થીને રૂબરૂ લઈ ગયા હતા, એમના પરિવારના લોકો જોડે હતા ત્યારે જ એવું કહેવામાં આ ઉમેદવારોને એડમિશન મળશે.
યુવારાજસિંહ જાડેજાના ગંભીર આક્ષેપ
વધુમાં આક્ષેપ કર્યા કે, 'ટ્રસ્ટી એ વિધાર્થીઓને બોલાવ્યા હતા મેનેજમેન્ટ ક્વોટામાં એડમિરાન આપીએ છીએ એટલે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે વીડિયોમાં કહે છે એક લાખ તો શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી પહોંચે છે! હવે કહો, શું આ રાજ્યમાં ભ્રષ્ટાચારનું ડિપાર્ટમેન્ટ પણ કદાચ શિક્ષણ વિભાગ જ છે! અને એ પૈસા "લોકમાન્ય B.Ed. કોલેજ" શિવરંજનીના ગૌરાંગ પરમાર સુધી પહોંચે છે એવો આ કુશાગ્ર લતાબા સ્ત્રી અધ્યયન મંદિર ટ્રસ્ટી વર્માનો દાવો છે. - આ તો ખુલ્લેઆમ માકિયા મોડેલ કહેવાય''.
''પ્રશ્ન એ છે આ ગૌરાંગ પરમાર કોણ છે?''
આ સમગ્ર મામલે તેમણે કહ્યું કે, 'લોકમાન્ય B.Ed. કોલેજના આ ધુરંધર જે માન્યતા રદ થયેલી કોલેજમાં 50% ભાગીદારીના MOU કરાવે અને પછી એ કોલેજ ચમત્કારિક રીતે "માન્ય" બની જાય! આ શું છે? "એજ્યુકેશન કે એકસ્ટોર્શન? પ્રશ્ન એ છે આ ગૌરાંગ પરમાર કોણ છે ? કઈ સત્તાથી તે દરેક માન્યતા રદ થયેલી કોલેજમાં જઈને 50% ભાગીદારીના MOU કરાવે છે અને એક રાતમાં કોલેજની માન્યતા પુનઃસ્થાપિત કરાવે છે? પ્રશ્ન એ પણ છે આ ગૌરાંગ પરમારના હાથમાં શું કોઈ એવી ચાવી છે જે આખા શિક્ષણ વિભાગના દરવાજા ખોલી દે છે? કયા આશીર્વાદથી એ એક કાઈલના ટેપાથી સંસ્થાનો ભાગીદાર બની જાય છે? જો શિક્ષણ વિભાગના વડા (શિક્ષણ સચિવ)ના આશીર્વાદ વગર આ શક્ય હોય તો પછી કદાચ ગૌરાંગ પરમાર ના હાથમાં જ આખું વિભાગ હશે!'