જામનગર શહેરમાં ગુજરતના જીએસટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા છ દિવસથી ચાલેલા સર્ચ ઓપરેશનના અંતર્ગત અંદાજે ₹70 કરોડના ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 21 પેઢીઓ દ્વારા કુલ ₹400 કરોડના બોગસ વ્યવહારો કરાયા હતા.
જામનગરમાં 70 કરોડના ITC કૌભાંડનો પર્દાફાશ
આ કૌભાંડના કેન્દ્રમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) અલ્કેશ પેઢડિયા હોવાનું બહાર આવ્યું છે. જામનગરની BRAHM CA ફર્મ, તેમજ તેના દ્વારા ચલાવતી અન્ય બે કંપનીઓ, ઈન કોર્પોરેશન અને ઈલ્યોર ફર્મ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
CA અલ્કેશ પેઢડિયા ફરાર
જીએસટી વિભાગે જુદી જુદી એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા મેટલ, બાંધકામ, સરકારી કોન્ટ્રેક્ટ, ઓટો સ્પેરપાર્ટ્સ અને મશીનરી હાયરિંગ ક્ષેત્રે કાર્યરત બે પેઢીઓ પર પણ તપાસ કરી છે. આ તમામ પેઢીઓમાં કાગળ પર વાટાઘાટો દર્શાવીને ખોટો ITC ક્લેમ કરાયો હોવાનું ખુલ્યું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે જીએસટી વિભાગે કાર્યવાહી શરૂ કરતાં પહેલાની જ ઘટનાક્રમમાં CA અલ્કેશ પેઢડિયા ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને હાલમાં ફરાર છે. પોલીસ અને જીએસટી વિભાગની ટીમો હાલ અલ્કેશની શોધખોળમાં હાથધરી છે.