મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના મહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નો શાનદાર પ્રારંભ કરાવ્યો. 'રિજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ'ના ધ્યેયમંત્ર સાથે યોજાયેલી આ બે દિવસીય કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ખાસ ઉપસ્થિત રહ્યા. આ કોન્ફરન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ફોર ગ્લોબલ'ના વિઝનને અનુરૂપ આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સાકાર કરવા માટેનું મહત્વનું પ્લેટફોર્મ છે.કૉન્ફરન્સની મુખ્ય વિશેષતાઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
સ્થાનિક ઉદ્યોગોનું વૈશ્વિક પ્રદર્શન: આ કોન્ફરન્સ ગુજરાતની પ્રાદેશિક ક્ષમતાઓ અને સ્વદેશી ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરશે, જેનાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.
વાઇબ્રન્ટ ગુજરાતની ગૌરવશાળી યાત્રા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટે રાજ્યને 'ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર' તરીકે સ્થાપિત કર્યું છે, જેના પરિણામે $68.9 બિલિયનનું વિદેશી રોકાણ (FDI) આવ્યું અને દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18%નું યોગદાન મળ્યું.પ્રાદેશિક સફળતા: 2024ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉત્તર ગુજરાત માટે થયેલા એમઓયુમાંથી 72% (5,000થી વધુ) પ્રોજેક્ટ્સ કમિશન્ડ થઈ ગયા છે.
એમએસએમઈનો વિકાસ: આ સમિટે ગુજરાતમાં 27 લાખથી વધુ એમએસએમઈના વિકાસને વેગ આપ્યો છે.
નવીનીકરણીય ઉર્જા: ચારણકા સોલર પાર્ક દ્વારા વડાપ્રધાનએ ઉત્તર ગુજરાતની સૌર ઉર્જા ક્ષમતાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી.
ઓટોમોબાઇલ હબ: માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)એ ગુજરાતને ઓટોમોબાઇલ ઉદ્યોગનું કેન્દ્ર બનાવ્યું.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર: સુજલામ સુફલામ, નર્મદા યોજના અને જ્યોતિગ્રામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતમાં પાણી અને 24 કલાક વીજળી પહોંચાડી, જેનાથી ખેતી અને એગ્રો-ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું સંબોધનઆત્મનિર્ભર ભારત: બદલાતા વૈશ્વિક જિયો-પૉલિટિકલ સિનારિયોમાં આત્મનિર્ભર ભારત વિકાસનો એકમાત્ર રાજમાર્ગ છે.
રેલવે વિકાસ: છેલ્લા 11 વર્ષમાં ગુજરાતમાં ₹1.46 લાખ કરોડનું રેલવે રોકાણ થયું, 2,764 કિમી નવા ટ્રેક બન્યા, જે ડેન્માર્કના કુલ રેલવે નેટવર્ક કરતાં વધુ છે. ઑગસ્ટ 2027 સુધી બુલેટ ટ્રેન શરૂ કરવાનું લક્ષ્ય છે.
સેમિકંડક્ટર ક્ષેત્ર: ગુજરાતમાં આ ક્ષેત્રે ₹1.25 લાખ કરોડનું રોકાણ આવ્યું, જેમાં જાપાનની 30 કંપનીઓ ઘટકોનું ઉત્પાદન કરશે.
ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન: આ ક્ષેત્ર રાષ્ટ્રીય સ્તરે ₹12 લાખ કરોડ સુધી વિકસ્યું, જે વડાપ્રધાનના ગુણવત્તા ધોરણોનું પરિણામ છે.
ગ્રીન એનર્જી: ગુજરાતની નવીનીકરણીય ઉર્જા પહેલ રાજ્યને ટકાઉ વિકાસમાં અગ્રેસર બનાવે છે.
ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતનું સંબોધન
વાઇબ્રન્ટ ગુજરાતનો વિકાસ: 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટે પડકારોને પાર કરીને વૈશ્વિક ધોરણે બેન્ચમાર્ક સ્થાપિત કર્યું. ઉત્પાદન ₹1.50 લાખ કરોડથી વધીને ₹22 લાખ કરોડ થયું.
આર્થિક યોગદાન: ગુજરાત દેશના જીડીપીમાં 8.2% અને ઉત્પાદનમાં 41% ફાળો આપે છે, જે સિંગલ વિન્ડો સિસ્ટમ અને હકારાત્મક નીતિઓનું પરિણામ છે.
એમએસએમઈની વૃદ્ધિ: એમએસએમઈની સંખ્યા 1.40 લાખથી વધીને 27 લાખ થઈ.
પ્રાદેશિક ધ્યેય: આ કોન્ફરન્સ ઉત્તર ગુજરાતના એગ્રો-આધારિત અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે.
મુખ્ય જાહેરાતો
નવા જીઆઇડીસી એસ્ટેટ્સ: મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ નવા જીઆઇડીસી એસ્ટેટ્સ અને સ્માર્ટ જીઆઇડીસીની જાહેરાત કરી.
ઇકોનોમિક માસ્ટર પ્લાન: ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GRIT) દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થાને $280 બિલિયન (FY 2023)થી $3.5 ટ્રિલિયન સુધી વધારવાનો રોડમેપ રજૂ થયો.
એમઓયુ અને ભાગીદારી: અનેક એમઓયુ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરારોનું આદાન-પ્રદાન થયું.
ટ્રેડ શો: પ્રાદેશિક ઉત્પાદનો અને ઔદ્યોગિક ક્ષમતાઓનું પ્રદર્શન કરતો ટ્રેડ શો ખુલ્લો મૂકાયો.
ક્ષેત્રો પર ફોકસ: ઉત્તર ગુજરાત માટે નવીનીકરણીય ઉર્જા, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ પર ધ્યાન.
આગામી કોન્ફરન્સમાં
સૌરાષ્ટ્ર: એન્જિનિયરિંગ, સિરામિક, બ્રાસ પાર્ટ્સ, ફિશરીઝ.
દક્ષિણ ગુજરાત: જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ, ડાયમંડ.
મધ્ય ગુજરાત: સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીન મોબિલિટી, કેમિકલ્સ.