Aam Aadmi Party : આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2027 શરૂ કર્યું છે. ત્યારે GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ના 400થી વધુ બસ ડ્રાઈવરોએ AAPમાં જોડાયા છે, જે પ્રસંગે પાર્ટીના નેતા સામત ગઢવી હાજર રહ્યા હતા.
ડ્રાઈવરોએ શપથ લીધા
સામત ગઢવીએ કહ્યું કે, ''બસ ડ્રાઈવરોએ જાહેરમાં શપથ લીધા કે તેઓ આવનારી દરેક ચૂંટણીમાં AAPને મત આપશે અને ભાજપને મત નહીં આપે. ડ્રાઈવરોના કહેવા મુજબ, તેઓ ગુજરાતના ભવિષ્ય અને વિકાસ માટે હવે આમ આદમી પાર્ટી પર ભરોસો રાખે છે''.
''તમે નાના ઘરમાંથી આવ્યાં જ નથી''
આ પ્રસંગે સામત ગઢવીએ ભાજપ સરકાર સામે તીખા પ્રહારો કર્યા અને જણાવ્યું કે, "ભાજપવાળા તમે રાજનીતિ કરો છો કે લોકોને ઉલ્લુ બનાવો છો? તમે લોકોને દુઃખ કેમ નથી સમજી શકતા? કારણ કે તમે નાના ઘરમાંથી આવ્યાં જ નથી, હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે 2027માં ગુજરાત ભાજપ વિહોણું થવું જોઈએ.'' તેમણે જણાવ્યું કે, ''ગુજરાતનું બજેટ ₹3,70,000 કરોડનું છે અને રાજ્યની 6 કરોડની જનતા પ્રમાણે જો વિતરણ થાય તો દરેક વ્યક્તિના ભાગે અંદાજે ₹60,000 આવે છે. તેમ છતાં લોકોને યોગ્ય લાભ નથી મળી રહ્યો''.