MLA Ramanlal Vora : તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'જો જાદર તાલુકો જાહેર નહીં થાય તો ઇડરમાં 'વિસાવદરવાળી' કરવાની તૈયારી રાખો'. આ મુદ્દે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરોએ ભાજપના સ્થાનિક સંગઠનને નિષ્ક્રીય ગણાવતાં અને પક્ષના કાર્યકરો પર પણ ટીકા કરાઈ હતી. પોસ્ટ વાયરલ થતી જ તેનું સંદર્ભ ધારાસભ્ય રમણલાલ વોરા સાથે જોડાયું છે, જેના પગલે તેમણે સ્પષ્ટ અને તીખું નિવેદન આપ્યું છે.
'એ રીતે વિરોધ કરવાનો કોઈ આધાર નથી'
રમણલાલ વોરાનું કહ્યું કે, 'હું પોતે 1973થી જનસંઘ સમયથી ભાજપ સાથે સંકળાયેલો છું. મેં કે મારા કોઈ કાર્યકરે ક્યારેય ભાજપ કે તેની સરકાર વિરુદ્ધ એક શબ્દ પણ બોલ્યો નથી, હું એ સ્ક્રીનશોટ જોઈ ચૂક્યો છું. મારી પાસે તમામ માહિતી છે – કોણે લખ્યું છે તે પણ ખબર છે. જાદર તાલુકો મામલો છે, જે વખતે માગણી થઈ, એ સમયે હું ધારાસભ્ય પણ નહોતો. 17 તાલુકાની રચના થઈ ત્યારે જાદર તાલુકો ન મળતાં લોકોને દુઃખ થયું હતું – પણ એ રીતે વિરોધ કરવાનો કોઈ આધાર નથી'
'ટ્રૂ કોલર પર મારું નામ 'R. I. Vora' છે'
વધુમાં કહ્યું કે, "મારો મતવિસ્તારનો જ એક જ વ્યક્તિ આ મેસેજ સાથે જોડાયેલ છે. મોબાઈલની દુનિયામાં એવી ઘણી કરામત થાય છે. ટ્રૂ કોલર પર મારું નામ 'R. I. Vora' તરીકે આવે છે, જ્યારે વાયરલ સ્ક્રીનશોટમાં ‘રમણલાલ વોરા’ લખાયું છે. આ સ્પષ્ટ કરે છે કે મારા નામનો ગેર ઉપયોગ કરાયો છે. 75ની સીરીઝનો નંબર ખરેખર મારો જ છે, પણ સ્ક્રીનશોટમાં જે રીતે સંદેશો છે – તે મેં લખ્યા નથી. આ મારો અપમાન કરવા માટેની રચના લાગે છે. મારું નામ નાખીને લોકો પોતાના હિતો પૂરાં કરવા માંગે છે. એ માટે હું કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે લોકો પર વિશ્વાસ રાખું છું"
વાયરલ થયેલી પોસ્ટ શું હતું?
જે વાયરલ સ્કીન શોટમાં જણાવ્યું હતું કે, "તમે તૈયારી શરૂ કરો, જાદર તાલુકો જાહેર ન થાય તો ઈડરમાં વિસાવદરવાળી કરવી પડશે. ભાજપનું સ્થાનિક સંગઠન પણ આ મુદ્દે કાંઈ કરતું નથી, કારણ કે તેમનું પક્ષમાં કાંઈ ઉપજતું નથી''