Home Gujarat State Government Ordered To Take Strict Action On Not Of Standard Cough Syrup Issue

'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' કફ સિરપ મુદ્દે રાજ્ય સરકારના કડક પગલા લેવા આદેશ : 'કફ સિરપના 14 નમૂનાઓ લઇ ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલાયા: આરોગ્ય મંત્રી

'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' કફ સિરપ મુદ્દે રાજ્ય સરકારના કડક પગલા લેવા આદેશ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Oct 07, 2025, 11:38 AM IST

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ બાળકોના ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ 'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' (Not of Standard Quality - NSQ) જાહેર કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી કફ સિરપ દવાઓ બનાવતી પેઢીઓની સઘન તપાસ કરીને અને રાજ્યવ્યાપી પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની સ્થિત છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે.

'નોટ ઑફ સ્ટાન્ડર્ડ'

મંત્રી પટેલે કહ્યું હતું કે, 'તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલી મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલી મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. દ્વારા ઉત્પાદિત કફ સિરપના નમૂનાઓ 'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' જાહેર થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા ગત તા.03 થી 05 ઓક્ટોબર,2025 દરમિયાન આ બંને પેઢીઓની જોખમ-આધારિત સંયુક્ત તપાસ કરવામાં આવી હતી. આ સંયુક્ત તપાસના અહેવાલમાં જોવા મળેલી જુદી-જુદી ક્ષતિઓના આધારે સંયુક્ત તપાસ ટીમ દ્વારા મે. શેપ ફાર્મા પ્રા. લિ., સુરેન્દ્રનગર અને મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ., અમદાવાદને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન ઉપરોક્ત પેઢીઓમાં “નોટ ઑફ સ્ટાન્ડર્ડ” દવાનો જથ્થો જોવા મળ્યો ન હતો. જોકે, તપાસ ટીમ દ્વારા બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચી લેવા (રીકોલ કરવા) માટે પણ આદેશ કરવામાં આવ્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

'કફ સિરપના 11 નમૂના લેવામાં આવ્યા'

વધુમાં આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન સાવચેતીના પગલારૂપે મે. શેપ ફાર્મા પ્રા. લિ.માંથી અન્ય કફ સિરપના 03 દવાઓ તેમજ મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.માંથી અન્ય કફ સિરપના 11 નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ ૧૪ નમૂનાઓ વધુ ચકાસણી અર્થે સરકારી પ્રયોગશાળાને મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જન સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યની તમામ ઓરલ લિક્વિડ ઉત્પાદક પેઢીઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

''...કડક સૂચનાઓ આપવામાં આવી''

મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના નાગરિકોના જન આરોગ્ય અને દર્દી સુરક્ષાના હિતમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા રાજ્યના તમામ મદદનીશ કમિશ્નરોને અસુરક્ષિત કફ સિરપ દવાઓના જોખમથી જનતાનું રક્ષણ કરવા, રાજ્યમાં ઉત્પાદિત તેમજ વિતરણ થતી દવાઓની ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતા સુનિશ્ચિત કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. મદદનીશ કમિશ્નરોને તેમના ક્ષેત્રમાં આવેલી તમામ ઓરલ લિક્વિડ અથવા કફ સિરપ ઉત્પાદક પેઢીઓની સંપૂર્ણ અને કડક તપાસો હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ તપાસ દરમિયાન પાણીની ગુણવત્તા, કાચામાલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ અને અન્ય મહત્ત્વના મુદ્દાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. તપાસમાં ઓરલ લિક્વિડ અથવા કફ સિરપની અલગ-અલગ બનાવટના ઓછામાં ઓછા પાંચ નમૂના લેવાની અને તે નમૂનાઓની ચકાસણી વડોદરા લેબોરેટરી દ્વારા સત્વરે કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ, ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં આવેલ તમામ નોટ ઑફ સ્ટાન્ડર્ડ (NSQ) જાહેર થયેલી દવાઓનું રીકોલ FDCAના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેથી માર્કેટમાં એક પણ અસુરક્ષિત બેચ ઉપલબ્ધ ન રહે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, જાહેર કરાયેલી નોટ ઑફ સ્ટાન્ડર્ડ કફ સિરપ દવાઓના વેચાણ, પુરવઠા અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર અને રિટેલર ચેનલ પર આ પ્રતિબંધનો કડક અમલ થાય તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ મદદનીશ કમિશનરોને રીકોલ અને તપાસની કાર્યવાહીનું સતત મોનિટરિંગ રાખી, કાર્યવાહીનો વિગતવાર અહેવાલ સંયુક્ત કમિશ્નર (ડ્રગ્સ) ને નિયમિત રીતે દરરોજ મોકલવાની પણ સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયો દ્વારા FDCA, ગુજરાત દવાઓની ગુણવત્તા નિરીક્ષણ અને ટ્રેસેબિલિટી સિસ્ટમને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી: ધારાસભ્યો અને મંત્રીઓને તાત્કાલિક બહાર કઢાયા, કલાકોના ચેકિંગ બાદ ફરી શરૂ થઈ કામગીરી

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી
Play Video

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ: યુદ્ધની ભયંકર અસર

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ

ગુજરાતમાં ઐતિહાસિક બદલાવની તૈયારી: કમિટીએ UCCનો ફાઈનલ રિપોર્ટ CMને સોંપ્યો. જાણો ક્યારે થશે ગૃહમાં રજૂ

ગુજરાતમાં ઐતિહાસિક બદલાવની તૈયારી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!: 'સેવા અને સુશાસન'ના મંત્ર સાથે ભાજપા સજ્જ, 'કમલમ' ખાતે આવતીકાલે મહત્વની બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!: 25 તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો મહાસંમેલન અને આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ: બટાકા પકવતા ખેડૂતોની વહારે આવવા કિસાન સંઘની કૃષિ મંત્રીને રજૂઆત

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત: ખંભાળિયા-ભાણવડ હાઈવે પર બે વાહનો વચ્ચે ટક્કર બાદ ભયાનક આગ, એક જીવતો ભુંજાયો

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત
Play Video

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ: પતિએ પત્નીની ચપ્પુના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત: કાપોદ્રામાં વહેલી સવારે દૂધની થેલીઓની ચોરી કરતી ગેંગ સક્રિય

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો: લાખોની કિંમતના ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય: ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી; પેનલમાં હશે સિનિયર ડોક્ટરોની ટીમ

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ: MMI અને વર્લ્ડ-ક્લાસ પ્લાઝા વિકાસ ચાલુ, જાણો શું છે તૈયારી

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી: હાઈકોર્ટની ભલામણ બાદ 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!: હવે આંખનાં પલકારામાં પહોંચી જશો આ જિલ્લાઓના ટુરિસ્ટ સ્પોટ પર

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં શોકનો માહોલ

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો: ધારાસભ્યો અને પત્રકારો માટે સરકારની વિશેષ ભેટ

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત: GRD જવાન સહિત બેના મોત, અનેક ઘાયલ

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત: પરિવારનો આક્રોશ, જેલ અને પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી: ભરઉનાળે આવી ગઈ કમોસમી વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી