ગુજરાત રાજ્ય કેબિનેટની તાજેતરમાં મળેલી બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું કે, તાજેતરમાં જે નવા 17 તાલુકાઓની રચના રાજ્ય સરકારે જાહેર કરી હતી, તેમાં આવેલા કેટલાક ગામોની હદબંધીમાં ફેરફાર કરવાનું મંત્રીમંડળે મંજૂર કર્યું છે.
નવા તાલુકાઓમાં અનેક ગામોની હદબંધીમાં ફેરફાર
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 8 ગામોમાં ફેરફાર કરવામાં આવ્યો
પંચમહાલના સંતરામપુર વિસ્તારમાં 3 અલગ અલગ તાલુકાઓમાં અંદાજે 20 જેટલા ગામોમાં ફેરફાર કરવામાં આવ્યો
ખેડા જિલ્લામાં ફાગવેલ, કપડવંજ અને ખેડા તાલુકામાં કુલ 11 ગામોને બદલીને નવા માળખામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા
'અભિપ્રાયોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો'
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, આ ફેરફાર સ્થાનિક રહેવાસીઓ તરફથી કરવામાં આવેલી અનેક રજુઆતો અને માંગો પર આધારિત છે. સ્થાનિક સ્તરે લોકોના અભિપ્રાયોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય મંત્રીમંડળે આ ગામ ફેરફારોને અધિકૃત સમતી આપી છે અને તેને અમલમાં મુકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રીના જણાવ્યા પ્રમાણે, હેતુ એ છે કે નવા બનાવાયેલા તાલુકાઓમાં શાસન વધુ સુચારુ અને સરળ બને, તેમજ લોકો સુધી સેવાઓ ઝડપથી પહોંચે.