વાવ - થરાદ જિલ્લામાં કરણાસર ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગામના કેટલાક લોકોએ પ્રેમ સંબંધના કારણે એક યુવકને ‘તાલિબાની’ શૈલીમાં સજા આપી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિઓ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, કરણાસર ગામના એક યુવકનો કોઈ પ્રેમ સંબંધ હતો. આ બાબત જાણવા મળ્યા બાદ ગામના લોકોએ યુવકને પકડીને પહેલાં મારમાર્યો અને ત્યારબાદ મુંડન કર્યું હતું. આ સમગ્ર ઘટનાને મોબાઈલ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા વીડિયો વાયરલ કર્યો હતો
પોલીસે તપાસ શરૂ કરી
હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને આધારે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત માહિતી એકત્ર કરી રહ્યા છે અને જે લોકો આ કૃત્યમાં સામેલ હશે, તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.