પંચમહાલના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન હેઠળ જાહેર જનસભા યોજવામાં આવી હતી. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશના તેમજ સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ સરકાર પર આકાર પ્રહારો કર્યા હતા
વિધાનસભાનું સત્ર લાઈવ પ્રસારણ મુદ્દે ઈટાલિયાનું નિવેદન
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ ભાજપ અને કોંગ્રેસ પક્ષ ઉપર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, 'ભારતીય જનતા પાર્ટીના હાલના શાસનમાં ભૂખ,ભય અને ભ્રષ્ટાચારએ માઝા મૂકી છે. ગ્રામ્ય વિસ્તારમાં દારૂના અડ્ડા વધારે છે જ્યારે પ્રાથમિક શાળામાં શિક્ષકોની સંખ્યા ઓછી છે, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાનું સત્ર હોય તે દરમિયાન વિધાનસભામાં થતી કાર્યવાહીની પ્રક્રિયાનુ જીવન પ્રસારણ બંધ કરવામાં આવ્યું છે તે ફરીથી ચાલુ કરવામાં આવે તો ગુજરાતની જનતા વિધાનસભામાં થતી કાર્યવાહી અને ભાજપ દ્વારા અને ભાજપના ધારાસભ્યો દ્વારા થતી કાર્યવાહી જોઈ શકાય''
'મત વિસ્તારમાં સિંઘમ બની ફરે છે તે ત્યાં ચિંગમ બની જાય'
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ''વિધાનસભામાં ભાજપના ધારાસભ્યની હેસિયત પટ્ટાવાળા કરતા પણ ઓછી છે, જે મેં મારી નજરે જોઈ છે. ત્યારે હું ગુજરાતના ગામડે ગામડે જઈને કહી રહ્યો છું કે, તેમ જેને ધારાસભ્ય માનો છો તે ત્યાં પટ્ટાવાળા છે અને જો ગોપાલ ઈટાલિયાની વાત ખોટી હોય તો ગૃહના વિધાનસભાના કાર્યવાહીના વીડિયો રેકોર્ડિંગ છે તે ભાજપવાળા જાહેર કરે, તે વીડિયોમાં બધુ જ દેખાય છે. પટ્ટાવાળા કોણ છે અને કોણ વેઠ ઉતારે છે. મેં દસ વખત કીધું છે, તેમ વીડિયો જાહેર કરો. પણ એ લોકો વીડિયો જાહેર નહીં કરતા કારણ કે, લોકોને ખબર પડી જાય કે, જે ધારાસભ્ય મત વિસ્તારમાં સિંઘમ બની ફરે છે તે ત્યાં ચિંગમ બની જાય છે.
''...વિસાવદર વાળી થવાની છે''
વધુમાં કહ્યું કે, ''અત્યાર સુધી ગુજરાતની રાજકીય સ્થિતિએ પ્રકારની હતી કે પ્રજા પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો પરંતુ હવેથી આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે આવી છે અને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ વિસાવદરવાળી થવાની છે.
સીજેઆઈ સાથે થયેલી ઘટના અંગે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સાથે થયેલી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ ખરાબ ઘટના છે, દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કોર્ટના કોઈપણ નિર્ણયથી નારાજ હોઈએ તો તે અંગે ચર્ચા કરી શકાય છે પરંતુ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે આ પ્રકારની ઘટના ખરાબ ઘટના કહેવાય''.