logo-img
Jagadish Vishwakarma Will Run In Gujarat Kamalam Not C R Patilams

કમલમમાં CRના નહીં JVના માણસો ચાલશે! : જૂના જોગીઓને મળશે આરામ?, મંત્રી મંડળમાં હશે 'યંગસ્ટર ટીમ', સંગઠન જ સર્વોપરી ફળશે!

કમલમમાં CRના નહીં JVના માણસો ચાલશે!
Published by: Offbeat Team
| Last Updated: Oct 08, 2025, 06:30 AM IST

રાજકીય હલચલ વચ્ચે ગુજરાત ભાજપમાં નવી મજબૂત લીડરશીપ ઉભી થવા જઈ રહી છે. કમલમમાં હવે નવી ચાલ CR નહીં, પણ JVના જલવાની જોવા મળશે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વરણી સાથે પ્રદેશના રાજકારણમાં નવો ઢસારો આવશે.

કમલમમાં JVના માણસોનો દબદબો રહેશે?

જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ સ્પષ્ટ છે કે હવે કમલમમાં નીતિ અને નિર્ણયો પર તેમનું પ્રભાવ નજરે પડશે. પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલેની ફાળવી ગયેલી ટીમ અને તેમના નિકટવર્તીઓ કરતાં હવે JVના નજીકના નેતાઓને વધુ સ્થાન મળશે એવી શકયતાઓ છે. આ બદલાવનો સીધો અસર મંત્રીમંડળના આગામી વિસ્તરણ પર પણ પડી શકે છે.

મંત્રીમંડળમાં બદલાવ અને યુવાનોને તક

ચર્ચાઓ છે કે મંત્રીમંડળના વિસ્તરણ માટે ચર્ચાઓ તેજ બની છે. પાર્ટી 2027ના વિધાનસભા ચૂંટણીઓ માટે માસ્ટર પ્લાન બનાવી રહી છે, જેના ભાગરૂપે કેટલાક જૂના નેતાઓને આરામ આપીને નવા ચહેરાઓને તક આપી શકે છે. યુવાન નેતાઓ માટે મંત્રીમંડળમાં સ્થાન માટે દરવાજા ખુલી શકે છે, અને "યંગસ્ટર ટીમ" ઊભી કરાશે એવી ચર્ચા છે.

જાતિગત સમીકરણો અને લોકચાહનાનો આધાર

મંત્રીમંડળના વિસ્તરણમાં જાતિગત સંતુલન જાળવીને તથા લોકપ્રિયતા અને પ્રભાવક્ષેત્રના આધારે નવા નેતાઓને સ્થાન મળી શકે છે. ખાસ કરીને એવા નેતાઓ જેમણે સંગઠન માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને ઓવર એક્ટીવિટી કે કૌભાંડથી દૂર રહ્યા છે, તેમને તક મળશે.

અધ્યક્ષ બદલાશે નહીં?

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, શંકર ચૌધરી અધ્યક્ષ તરીકે યથાવત્ રહી શકે છે, જોકે મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ થવાની શકયતા છે. ડેરી ક્ષેત્રમાં ચેરમેન બનવાની ઈચ્છા રાખનારા નેતા હવે મંત્રી બનવાનું સપનું સાકાર કરી શકશે નહીં તેવી પણ ચર્ચાઓ છે.

RSSની ભલામણ કામે લાગશે!

મંત્રીઓની પસંદગીમાં RSSની ભલામણ પણ મહત્વની બની રહેશે. સંગઠનના પ્રત્યે સમર્પિત અને કાર્યકર્તાઓમાં લોકપ્રિય એવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળશે, જ્યારે કૌભાંડમાં ફસાયેલા કે પોતાની જ પબ્લિસિટી પર ભાર મૂકતા નેતાઓને બાદબાકી કરાશે.

સભ્યતા અભિયાન અને સંગઠન વલણ

ગુજરાત ભાજપના સભ્યતા અભિયાનને વધુ ગતિ આપવા માટે પણ JVના નેતાઓની ટીમ તૈયાર થઈ રહી છે. સંગઠનને વલણ આપતા નેતાઓને મહત્વ આપવામાં આવશે અને સમગ્ર તંત્ર ફરીથી એક નવી દિશામાં આગળ વધશે. સાચા અર્થમાં ‘કમલમ’ હવે JVના હાથમાં છે, અને આગામી દિવસોમાં મોટા રાજકીય ફેરફારો થવાની શકયતા છે. 2027 માટે ભાજપે પોતાની રમત શરૂ કરી દીધી છે અને આ વખતે યુવા, સંગઠનમુખી અને સાફ છબી ધરાવતા નેતાઓની ઝંખના છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now