Vasava Statement : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ જેલવાસ ભોગવી બહાર આવ્યા બાદ આક્રમક મોડમાં જોવા મળી રહ્યાં છે. તેઓ પગપાળા યાત્રાથી લઈ સભાઓ યોજી રહ્યાં છે, ત્યારે એક નિવેદનમાં મોટો ઘટસ્ફોટ કરતા રાજકીય વલણો વધુ ગરમાવ્યા છે. ચૈતર વસાવાએ જાહેરસભામાં ખુલ્લેઆમ દાવો કર્યો કે, ભાજપે તેમને પોતાના પક્ષમાં જોડાવા માટે મંત્રીપદની ઓફર કરી હતી.
''મારા કોઈ બે નંબરના ધંધા નથી''
ચૈતર વસાવાએ જણાવ્યું કે "એ લોકોએ મને કહ્યું કે, તમે અમારી સાથે જોડાઈ જાઓ, અમે તમને મંત્રી બનાવી દઈએ" તેમણે આ પ્રસંગે વધુ કહ્યું કે, "મારા કોઈ બે નંબરના ધંધા નથી અને મારી સામે ખોટા કેસો દાખલ કરાયા છે."
"ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં!"
જાહેરસભામાં ચૈતર વસાવાનો અંદાજ પણ લોકોનું ધ્યાન ખેંચી ગયો હતો. એકદમ ફિલ્મી શૈલીમાં તેમણે કહ્યું કે, "તુમકો ક્યા લગતા થા નહીં લૌટેંગે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં,
અને છેલ્લે ઉમેર્યું કે, "ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં!"
''હું પેરોલ પર બહાર આવ્યો ત્યારે...''
તેમણે કહ્યું કે, ''હું પેરોલ પર બહાર આવ્યો હતો ત્યારે મને મોટા મોટા નેતાએ કહ્યું હતું કે, તમે ભાજપમાં આવી જાઓ તમને મંત્રી બનાવી દઈશું પરંતુ મને જે ગરીબ જનતાના આશીર્વાદ મળ્યા છે, આ આશીર્વાદ અને સહકાર એ મંત્રી અને મુખ્યમંત્રી કરતા પણ મારે માટે બહુ મોટી વાત છે''.